________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ત્રીજી
૯૭
નયોમાં આવતા શબ્દોના સામાન્ય અર્થો સમજીને હવે આ જ બધા નયો ઉદાહરણો સાથે આપણે વિચારીએ. ઉપર જણાવેલા ચિત્રમાં (ટેબલમાં) જે નંબરો આપ્યા છે તે નંબરો પ્રમાણે અર્થો આ પ્રમાણે છે. (૧) અશુદ્ધ સદ્ભૂત વ્યવહારનય= “મતિજ્ઞાનાદિ ૪ જ્ઞાનો, ચક્ષુ આદિ
ત્રણ દર્શનો વગેરે જીવના ગુણો છે” આવું બોલવું તે. મતિજ્ઞાનાદિ ગુણો ક્ષાયોપશમિક ભાવના છે. (એટલે ક કર્મોનો ઉદય પણ સાથે છે.) પરંતુ ક્ષાયિકભાવના નથી માટે અશુદ્ધ, આ ચારે ગુણો જીવના પોતાના છે. પરદ્રવ્યના નથી. માટે સદ્ભુત, છઠ્ઠી વિભક્તિથી ભેદ બતાવવામાં આવ્યો છે માટે વ્યવહારનય. આ રીતે યોજના કરવી. (૨) શુદ્ધ સદ્ભૂત વ્યવહારનય= “કેવળજ્ઞાન અને કેવળદર્શન ઈત્યાદિ જીવના ગુણો છે” એમ બોલવું તે. આ ગુણો ક્ષાયિકભાવના હોવાથી શુદ્ધ છે. પોતાના જ ગુણો હોવાથી સદ્ભૂત છે. અને ‘‘જીવના’’ આમ કહીને ભેદ બતાવ્યો છે. માટે વ્યવહારનય છે.
(૩) અનુપરિત અસદ્ભૂત વ્યવહારનય= ‘જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોનો આ જીવ કર્તા છે’ એમ બોલવું તે. અહીં જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મો કાર્યણવર્ગણાના પુદ્ગલોનાં બનેલાં છે. અને આત્મા સાથે લોહાગ્નિની જેમ તથા ક્ષીર-નીરની જેમ એકમેક થયેલાં છે. માટે ઉપચાર કરવાની જરૂર નથી તેથી અનુપરિત, દ્રવ્યકર્મો એ પુદ્ગલ દ્રવ્ય છે અર્થાત્ પરદ્રવ્ય છે. માટે અસદ્ભૂત. અને દ્રવ્યકર્મોનો કર્તા એમ ભેદ પ્રધાન નિર્દેશ છે તેથી તથા પરદ્રવ્યનું કર્તૃત્વ વિચાર્યું. તેથી અનુ. અસ. વ્યવહારનય કહેવાય છે.
(૪) સ્વજાતીય ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનય= પુત્રાદિ પરિવાર મારા છે. તથા હું તેઓનો કર્તા છું એમ બોલવું-માનવું તે. અહીં જીવ પોતે પણ ચેતન છે. અને પુત્રાદિ પરિવાર પણ ચેતન છે. એમ સમાન દ્રવ્ય હોવાથી સ્વજાતીય, જીવમાં પ્રથમ રાગાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org