________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી
૬૯ વિવેચન= ભગવતી સૂત્રમાં પણ આ જ વાત અત્યન્ત સ્પષ્ટ-પણે કહી છે તે આ પ્રમાણે છે - “માયા સાફા, માથા સામયિલ્સ
”= આત્મા એ જ સામાયિક છે. આત્મા એ જ સામાયિકનો અર્થ છે. સારાંશ કે સમભાવમાં વર્તવું એ જ સાચું સામાયિકચારિત્ર છે. જે જે આત્માઓ પરદ્રવ્યોને પોતાનાં માને છે તે તે જીવો ઈષ્ટાનિષ્ટના સંયોગવિયોગમાં સમભાવ રાખી શક્તા નથી. પરદ્રવ્યોના સંયોગ-વિયોગે હર્ષ અને શોકાદિમાં ડુબી જાય છે. તેથી પરભાવ-પરિણતિનો જે ત્યાગ કરે છે. તે જ આત્મા સમભાવમાં વર્તી શકે છે. અને તેથી તે જ આત્મા સામાયિકમય બને છે. સમભાવમય બને છે. આત્મામાં રાગ-દ્વેષાદિ પરિણામોનો અભાવ થવો, પરપરિણતિનો ત્યાગ થવો, અને તેથી આકુળ-વ્યાકુળતા તથા અસ્થિરતાનો ત્યાગ થવો, સમભાવમાં વર્તવું એ જ સામાયિકચારિત્ર છે આવા પ્રકારના ભાવવાળો જે આત્મા, તે આત્મા જ સામાયિક છે.
માતા-પિતા આદિ પરિવારનો ત્યાગ, ધન, કંચનનો ત્યાગ, વસ્ત્રપાત્રાદિનો ત્યાગ, સાંસારિક નામ, સાંસારિક વેશભૂષા અને કેશાદિનો ત્યાગ, આ સર્વ પ્રક્રિયા દીક્ષા લેતી વખતે જે કરાય છે તે સર્વે “પદ્રવ્યનો ત્યાગ છે” કે જે પર-પરિણતિના ત્યાગનું મૂળ કારણ બનવાનો સંભવ છે. આવા પ્રકારના બાહ્ય ત્યાગ દ્વારા પરદ્રવ્યો પ્રત્યેની મૂછ-મમતાના ત્યાગ-સ્વરૂપ પરપરિણતિનો ત્યાગ કરવો એ ભાવચારિત્ર કહેવાય છે અને તે ભાવ ચારિત્રના કારણરૂપે પરદ્રવ્યનો ત્યાગ કરવો એ દ્રવ્યચારિત્ર છે. દ્રવ્ય ચારિત્રને ચારિત્ર જ તો કહેવાય કે જો તે ભાવચારિત્રનું કારણ બને, અન્યથા સર્પ જેમ કાંચળી ઉતારે તેથી તે સર્પ નિર્વિષ થતો નથી. તેમ દ્રવ્યત્યાગ માત્રથી જીવ પારમાર્થિક ચારિત્રવાન બનતો નથી. અસંખ્યવાર રૈવેયકમાં જીવોનો ઉત્પાદ શાસ્ત્રોમાં કહ્યો છે. અને તે દ્રવ્યત્યાગ રૂપ દ્રવ્યચારિત્રથી જ શક્ય બન્યો છે. છતાં શાસ્ત્રમાં ૧ થી ૪ ગુણસ્થાનકોમાં વર્તનારા દ્રવ્યત્યાગીને અવિરત જ કહ્યા છે. તેથી દ્રવ્યચારિત્ર પણ તે જ કહેવાય છે કે જે ભાવચારિત્રનું કારણ બને. પર પદાર્થોનો ત્યાગ એ દ્રવ્યચારિત્ર છે અને પરપદાર્થો પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ રૂપ પરિણતિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org