________________
૧૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જિમજિમ બહુશ્રુત બહુજનસમ્મત,બહુશિષ્ય પરવરીઓ તિમતિમ જિનશાસનનો વૈરી, જો નવિ નિશ્ચય દરીઓ છે
જિનાજી, ! વિનતડી અવધારો / ૧-૧૪ / સમ્મતિ પ્રકરણમાં પણ ગાથા ૩-૬૬ માં આ જ ભાવ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ પણ કહ્યો છે. તે ગાથા આ પ્રમાણે છે.
जह जह बहुस्सुओ, सम्मओय सिस्सगणसंपरिवुडो अ। अविणिच्छिओ य समए, तह तह सिद्धंतपडिणीओ ॥ 3-६६ ।।
અર્થ = જેમ જેમ બહુશ્રુત થાય, સમાજમાં માનનીય બને, ઘણા શિષ્યગણથી પરિવરેલો બને, તેમ તેમ તે જીવ જૈનશાસનનો વૈરી જાણવો, જો શાસ્ત્રકથિત ભાવો પ્રત્યે નિશ્ચયવાળી દૃષ્ટિ ન હોય તો.
આ પ્રમાણે કુગુરુઓ સ્વાર્થાન્ધ અને છેતરનાર હોવાથી આત્માર્થી મુમુક્ષુ ઉત્તમ આત્માઓએ ગીતાર્થ એવા સદ્ગુરુની નિશ્રા લેવી. પરંતુ નિર્ગુણીનો સંગ ન કરવો. તે સંસારસાગરથી તરતા પણ નથી અને તારતા પણ નથી. જે અજાણ્યા પુરુષો તેઓના ફંદામાં ફસાય છે તે આર્ત-રૌદ્ર ધ્યાન દ્વારા નિરંતર પાપબંધનોમાં જ વર્તે છે./ ૧-૪ |
કામકુંભાદિક અધિકનું, ધર્મનું કો નવિ મૂલ રે ! દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એ જગ શૂલ રે !
સ્વામી ! સીમંધરા વિનતિ. / ૧-૫ | દોડે= પૈસાથી, દાખવે= બતાવે છે.
ગાથાર્થ “ કામકુંભ” વગેરે પદાર્થોથી પણ અધિક મૂલ્યવાળો આ ધર્મ છે કે જે ધર્મનું મૂલ્ય આંકી શકાતું નથી (અર્થાત્ અમૂલ્ય છે) તેવા પ્રકારના અમૂલ્ય ધર્મને કુગુરુઓ પૈસાથી મૂલવે છે. ખરેખર હે પરમાત્મા ! હૈયામાં શૂલની જેમ ખટકે એવું જગતમાં આ શું થયું છે.? તે કંઈ સમજાતું નથી. મેં પ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org