________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ નવમી
૨૦૯ તથા સર્વવિરતિધર સાધુસંતો ત્રિવિધ ત્રિવિધ સાવદ્યયોગના ત્યાગી હોવાથી શ્રેષ્ઠ સદાચાર પાળનાર મુનિઓ બાર દેવલોક, નવરૈવેયક અને પાંચ અનુત્તર સુધી પણ જવાનું પુણ્ય બાંધી શકે છે અને ઉપયોગની (પરિણતિની) નિર્મળતાએ સર્વકર્મોનો ક્ષય કરીને મુક્તિપદ પણ પામી શકે છે. પુણ્યબંધ યોગથી થાય છે. અને નિર્જરા ઉપયોગથી થાય છે. યોગધર્મ ગૃહસ્થોનો કંઈક (અનુમોદનાત્મક અભ્ય) સાવદ્યવાળો છે જ્યારે સાધુનો યોગધર્મ નવે પ્રકારે નિરવદ્ય છે. માટે ગૃહસ્થો પરિમીત પુણ્ય જ (બારમાં દેવલોક સુધીનું જ) બાંધે છે. સાધુઓ અનુત્તરમાં ગમન થાય તેવું ઉત્કૃષ્ટ પુણ્ય પણ બાંધી શકે છે. અને અપૂર્વ નિર્જરા દ્વારા મુક્તિ પણ મેળવી શકે છે. આ પ્રમાણે આત્મધર્મની જાગૃતિરૂપ ઉપયોગાત્મક ભાવધર્મ બન્ને આત્માઓમાં (ગૃહસ્થમાં અને સાધુમાં) સંભવે છે. જેનાથી વિપુલનિર્જરા પ્રાપ્ત કરવા દ્વારા કેવલજ્ઞાન બન્ને પ્રકારના જીવો પામી શકે છે. / ૯-૨ //
- હવે ગૃહસ્થોએ દ્રવ્યપૂજા કરવા દ્વારા આત્મકલ્યાણ કર્યું હોય એવાં કેટલાંક ઉદાહરણો આગમસાક્ષીએ આપીને શ્રાવક-શ્રાવિકાઓને દ્રવ્યપૂજા અત્યન્ત ઉપકારક છે. કરવા જેવી જ છે. તેઓ માટે આ પૂજા પણ શુદ્ધાચાર સ્વરૂપ છે. એમ સમજાવે છેછ અંગે દ્રૌપદીજી, જિન પ્રતિમા પૂજે ય | સુરિયાભ પરે ભાવથીજી, એમ જિનવર કહે છે ૯-૩ ||
સુણો જિન, તુજ વિણ કવણ આધાર || ૯૬ | ગાથાર્થ= છઠ્ઠા અંગમાં દ્રૌપદીજીએ ભાવથી સુર્યાભદેવની માફક જ જિનેશ્વરની પૂજા કરી હતી. એવો પાઠ છે. આમ, જિનેશ્વર ભગવંતો કહે છે. / ૯-૩ |
| વિવેચન= ઐતિહાસિક દૃષ્ટિએ આગમપાઠના આધારે શ્રાવકશ્રાવિકાઓને દ્રવ્યપૂજા કર્તવ્ય છે તે સમજાવે છે. જ્ઞાતાધર્મકથા નામનું છઠું આગમ અંગ છે. તેમાં જિનેશ્વર અને ગણધર ભગવંતોએ અનુક્રમે અર્થથી
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org