________________
૨૧૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અને સૂત્રથી દ્રૌપદીજીનો અધિકાર કહેલો છે. આ દ્રૌપદીજી પાંચ પાંડવોનાં પત્ની છે. સતી છે. ઉત્તમશ્રાવિકા છે. અને સમ્યગ્દષ્ટિ જીવ છે. તે દ્રૌપદીજીએ પ્રભુપૂજા કર્યાનો જ્ઞાતાધર્મકથામાં પાઠ છે.
આ પ્રમાણે આગમપાઠના આધારે દ્રૌપદીની જેમ શેષ ગૃહસ્થોએ પણ જિનપૂજા કર્તવ્ય છે. એમ ઉપાધ્યાયજી મહારાજ સિદ્ધ કરે છે. / ૯-૩ II
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે “દ્રૌપદીજી સમ્યગ્દષ્ટિ ન હતાં” તેથી ધર્મ કરવામાં તેઓની સાક્ષી પ્રમાણ કેમ મનાય ? તેઓએ પૂજા કરી એટલે સર્વેએ કરવી જોઈએ એમ કેવી રીતે મનાય ? તેનો ઉત્તર આપે છે કેનારદ આવે નવિ થઈજી, ઉભી તેહ સુજાણ | તે કારણ તે શ્રાવિકાજી, ભાખે આળ અજાણ || ૯-૪ ||
સુણો જિન, તુજ વિણ કવણ આધાર II ૯૭ | જિન પ્રતિમા આગળ કહ્યોજી, શક્રસ્તવ તેણે નાર | જાણે કુણ વિણ શ્રાવિકાજી, એહ વિધ હૃદય વિચાર / ૯-૫ //
સુણો જિન, તુજ વિણ કવણ આધાર / ૯૮ // સુજાણ= સારા જ્ઞાનવાળી, સમજુ, ભાખે= કહે આળ= લંક, અજાણ= અજ્ઞાનીઓ, નાર= સ્ત્રીએ, એહવિધ= આવા પ્રકારનો.
ગાથાર્થ= જ્યારે નારદ તેના ઘરે પધાર્યા, ત્યારે સમજુ એવી તે શ્રાવિકા ઉભી ન થઈ (તેઓનો વિનય ન કર્યો) તે કારણે આ શ્રાવિકા (સમ્યગ્દષ્ટિ) જ હતી. તેથી “આ દ્રૌપદી મિથ્યાષ્ટિ હતી” આવું જે લોકો કહે છે તેઓ અજ્ઞાની છે. અને મિથ્યા કલંક આપનારા છે. / ૯-૪ |
જિનેશ્વર પ્રભુની પ્રતિમાની સામે તેણીએ “નમુત્યુર્ણ સૂત્રનો પાઠ” ભાવપૂર્વક કર્યો છે. શ્રાવિકા વિના આ આચાર કોણ જાણે ? તેથી આવી સારી સારી યુક્તિઓ જિનપૂજાની પાછળ છે. એવું મનમાં વિચારો. / ૯-૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org