________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ નવમી
૨૧૧ વિવેચન= “નારદ” હંમેશા બ્રહ્મચારી હોય છે. કુતુહલ પ્રિય અને માનપ્રિય હોય છે. તેઓની અલ્પ પણ માનહાનિ થાય તો તે માનહાનિ કરનારને ઘણું નુકશાન પણ પહોંચાડે છે. દ્રૌપદીની બાબતમાં પણ આવું જ કંઈક બન્યું છે.
જ્યારે નારદજી દ્રૌપદીને ઘેર આવ્યા ત્યારે “આ અવિરતિ છે.” એમ શાસ્ત્રાધારે સમજતાં એવાં દ્રૌપદીજીએ “ઉભા થવું, સામા જવું, આવો પધારો એમ કહેવું, આસન પાથરી આપવું, બેસો એમ કહેવું, તેઓ બેસે પછી જ બેસવું” ઈત્યાદિ જે ઉપચારવિનય છે. તે વિનય ન સાચવ્યો. આ પ્રક્રિયાથી પણ સમજાય છે કે આ દ્રૌપદી શ્રાવિકા હતાં. દ્રૌપદીજીએ આ વિનય ન સાચવ્યો તેનાથી પોતાની માનહાનિ થઈ છે. એવું માનનારા નારદજીએ ધાતકીખંડમાં જઈને ત્યાંના ક્ષેત્રના પડ્યોત્તર રાજા પાસે દ્રૌપદીના રૂપની પ્રશંસા કરી તે રાજાને કામાન્ય બનાવી તેના દ્વારા દ્રૌપદીનું અપહરણ કરાવ્યું. પાંડવોએ ઘણી શોધ કરી, પરંતુ દ્રૌપદીજી મળ્યાં નહીં. પાછળથી નારદજીએ જ કહ્યું કે દ્રૌપદી જેવી જ કોઈ રૂપવતી સ્ત્રી મેં ધાતકી ખંડમાં પોત્તર રાજાને ઘરે જોઈ છે. ત્યારબાદ કૃષ્ણમહારાજાએ લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવની આરાધના કરીને તે દેવની સહાયથી ધાતકી ખંડમાં જઈને ત્યાંથી દ્રૌપદીને લાવ્યા. એકક્ષેત્રમાં એક જ કાળે બે વાસુદેવોનું હોવું એ ન બને અને બન્યું તે દશ અચ્છેરામાંનું એક અચ્છેરૂ સમજવું. આ રીતે આ દ્રોપદીજી પરમશ્રાવિકા હતા, સમ્યગ્દષ્ટિ હતાં, છતાં તેઓને જે મિથ્યાષ્ટિ કહે છે. તથા તેમણે કરેલી પૂજાના આધારે દ્રવ્યપૂજા કર્તવ્ય છે એવું જે નથી માનતા, તે સર્વે જીવો અજ્ઞાની જાણવા.
તથા તે જ જ્ઞાતાધર્મકથામાં કહ્યું છે કે- આ દ્રૌપદીએ પરમાત્માની આગળ “નમુસ્કુર્ણનો (શક્રસ્તવનો સુંદર પાઠ કહ્યો” આ પ્રક્રિયા જોઈને વિચારો કે જૈનધર્મની અત્યન્ત રાગિણી એવી પરમશ્રાવિકા વિના આ પાઠ વિધિપૂર્વક બોલવાનો કોણ જાણે ? અર્થાત્ કોઈ ન જાણે. નમુત્થણે વખતે કઈ મુદ્રા ? કેટલી સંપદા ? કેવી રીતે વચ્ચે વચ્ચે વિરામ પામીને બોલવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org