________________
૪૧
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી તજન્ય સુખ ક્ષણિક છે. નાશવંત છે. દુઃખદાયી છે. તેની પ્રાપ્તિમાં, પ્રાતના સંરક્ષણમાં અને અંતે વિયોગમાં ઘણાં દુઃખો આવે છે પરંતુ આવી જ્ઞાનીની વાત તે જીવ સ્વીકારતો નથી ઉલટું તેની સામે દલીલો કરે છે કે સાહેબ! ગાડી, વાડી અને લાડીના સુખમાં જે આનંદ આવે છે તે તો કોઈ અભૂતપૂર્વ છે. જે માણે એને જ ખ્યાલ આવે. આવી ઉલટી બુદ્ધિ હોવાથી તે જલ્દી માર્ગે આવતો નથી. અંતે દુ:ખી જ થાય છે. માટે મિથ્યાષ્ટિના અંધત્વનો દોષ અતિશય આકરો છે.
જન્માંધ પુરુષ પોતે જાણે છે કે હું દેખતો નથી, તેથી પોતાની અન્ધતા હોવાથી દેખતાને અનુસરે છે. દેખતાની આંગળીએ ચાલે છે. માટે કાળાન્તરે સુખી થાય છે. દુઃખી થતો નથી અને તેના અંધત્વનું દુઃખ માત્ર આ ભવ પૂરતું જ દુઃખદાયી બને છે. જ્યારે મિથ્યાદૃષ્ટિ આત્મા ઉલટી બુદ્ધિવાળો હોવાથી આત્માના ગુણો સમજાવનારા અને આપનારા વીતરાગ દેવને દેવ માનવાને બદલે અને વૈરાગી ગુરુને ગુરુ માનવાને બદલે ભોગસુખો-રાજપાટ આપનારા દેવ-ગુરુને જ દેવ-ગુરુ માની બહિરાત્મ ભાવમાં જ રચ્યો પચ્યો રહે છે. પોતે હોંશિયાર-ચતુર છે. બધું જ સમજે છે. એમ માનતો છતો કોઈ જ્ઞાનીને તે અનુસરતો નથી. જ્ઞાનીની આંગળીએ ચાલતો નથી. તેથી ભોગસુખોની ચડતી-પડતીમાં સુખી-દુઃખી થાય છે. અને મોહને વશ થયો છતો આર્ત-રૌદ્રધ્યાન કરી પોતે પણ અનેકભવ રખડે છે અને વિપરીત પ્રરૂપણા વડે અનેકને અવળે રસ્તે વાળવા દ્વારા અનેકને સંસારમાં રખડાવે છે. તેનું અંધત્વ ભવોભવમાં દુઃખદાયી છે. આ કારણથી તેના અંધત્વનો દોષ આકરો છે.
શાસ્ત્રોમાં આ મિથ્યાત્વના ૧૦ પ્રકારો કહ્યા છે. તે આ પ્રમાણે
"धम्मे अधम्मसन्ना, अधम्मे धम्मसन्ना, उम्मग्गे मग्गसन्ना, मग्गे उम्मग्गसन्ना, साहुसु असाहु सन्ना, असाहुसु साहु सन्ना, जीवे अजीवसन्ना, अजीवे जीवसन्ना, मुत्ते अमुत्तसन्ना अमुत्ते मुत्तसन्ना।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org