________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
પુરુષની સામે ન કોઈ પણ જાતની દલીલ કરે કે ન કોઈ પણ જાતનો ક્રોસ કરે, સરળ રીતે નિખાલસ ભાવે દૃષ્ટા પુરુષ જેમ કહે તેમ માની લે છે. તેથી જન્માંધ પુરુષની અંધતાનો દોષ તેવો આકરો નથી.
૪૦
કોઈ જન્માંધ પુરુષ લાકડીના સહારે સહારે રોડ ઉપર જતો હોય અને બાજુમાં કોઈ દેખતો પુરુષ ઉભો હોય અને તેના ધ્યાનમાં આવે કે આ જન્માંધ ભાઈ જે બાજુ આગળ જાય છે તે બાજુ થોડેક દૂર ગાયબળદ ઉભાં છે. અથવા ખાડા-ટેકરા છે. અથવા ગાડી આવી રહી છે. તે જોઈને દેખતો પુરુષ જન્માંધને કહે કે હે ભાઈ ! તમે થોડાક જમણા (અથવા ડાબા)વળી જાઓ પછી આગળ જાઓ. હાલ જે બાજુ જાઓ છો તે બાજુ ગાય-બળદ-ખાડા-ટેકરા છે કે ટ્રેન આવે છે. તો આ સાંભળીને જન્માંધ પુરુષ તુરત જ તેની સૂચના મુજબ વળી જાય છે. કોઈ પણ જાતની દલીલ કરતો નથી કે ગાય-બળદ-ખાડો-ટેકરો કે ટ્રેન મને બતાવો. ક્યાં છે ? તમે મને દેખાડો તો જ હું માનું, એમ ને એમ ન માનું, આવી દલીલ પણ તે જીવ કરતો નથી. તે પોતે જાણે છે કે મને પદાર્થ દેખાતો નથી. હું અંધ છું. માટે દેખતો માણસ કહે તેમ મારે માનવું જોઈએ. તેથી તેનું અંધત્વ આકરું નથી.
પરંતુ મિથ્યાદૃષ્ટિ આત્માઓ જન્માંધના જેવા અંધ નથી. અર્થાત્ ઔદારિકશરીરની બનેલી ચક્ષુથી તો જોનારા છે. તેથી વસ્તુઓને ચર્મચક્ષુથી જાણે છે. દેખે છે. અને દેખી શકે છે. છતાં મિથ્યાત્વમોહનીયનો ઉદય હોવાથી જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેવી જાણતા નથી, તેવી દેખતા નથી, પરંતુ ઉલટ રીતે જાણે છે. આ આત્મતત્ત્વ નિત્ય-શુદ્ધ અનંતગુણમય છે. તેને અનિત્ય-અશુદ્ધ-ભોગમય માને છે. અને અનિત્ય-અશુદ્ધ-દુઃખદાયી એવા જડપદાર્થને (અને જડ પદાર્થના સંયોગને તથા અન્ય જીવદ્રવ્યોના સંયોગને) નિત્ય-શુદ્ધ-સુખદાયી માની તેની જ આળપંપાળમાં રચ્યો-પચ્યો રહે છે. કોઈ જ્ઞાની મહાત્મા સમજાવે કે આ પૌલિક સંજોગો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org