________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી
૩૯ દ્રવ્યોના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શાદિ ચિત્ર-વિચિત્ર ભાવોમાં મુગ્ધ બનીને તેના આનંદને જ પોતાનો આનંદ માનીને ચોતરફ ફરે છે. પરંતુ તેના વર્ણાદિ બદલાતા અથવા તે જડવસ્તુનો વિયોગ થતાં દુઃખી થાય છે. રડે છે. અને પાને પોતાનું માન્યાની ભૂલનું ભાન થાય છે. એવી જ રીતે અન્ય જીવદ્રવ્યના સંયોગો અને ગુણો પણ આપણા નથી. પતિ-પત્ની આદિ ભાવે થયેલા અન્ય જીવદ્રવ્યના સંયોગને જીવ સુખ-આનંદનો હેતુ માને છે. પરંતુ વિયોગકાળે એટલા જ દુઃખનું કારણ તે બને છે. ગુણો જીવની સાથે જેવા સદા રહે છે. તેવું કોઈ અન્ય દ્રવ્ય જીવની સાથે સદા રહેતું નથી અને સુખહેતુ પણ બનતું નથી. માટે હે મહાનુભાવ! ધર્મ તો જીવમાં પોતાનામાં જ છે. અન્યમાં નથી. જે ૨-૩ છે.
જાતિઅંધ અને મિથ્યાદૃષ્ટિ આ બન્નેમાં કોણ અધિક ? તે સમજાવે છે -
જાતિ અંધનો રે દોષ ન આકરો, જે નવિ દેખે રે અર્થા મિથ્યાદ્રષ્ટિ રે તેહથી આકરો, માને અર્થ અનર્થ ૨-૪ |
શ્રી સીમંધર સાહિબ સાંભળો ૧૪ | જાતિઅંધ=જન્મથી અંધ, આકરો ભારે, અનર્થ વિપરીત પદાર્થ.
ગાથાર્થ= જે પુરુષ જન્મથી જ અંધ છે. તેનો દોષ તેટલો ભારે નથી કારણકે તે પદાર્થને જોઈ શકતો નથી. પરંતુ મિથ્યાષ્ટિનો દોષ તો તેનાથી ઘણો આકરો છે. કે જે અર્થનો અનર્થ માને છે. ર-૪ ||
વિવેચન= જે પુરુષ ન્મથી બને આંખે દેખતો નથી. અને સર્વથા અંધ છે. તે પુરુષનો અંધત્વનો દોષ અત્યન્ત આકરો નથી. વધુ ભયંકર નથી. કારણકે તેને પોતાને ખબર છે કે હું અંધ છું. મને પદાર્થ દેખાતો નથી, માટે દૃષ્ટિવાળો પુરુષ જે પદાર્થ જ્યાં બતાવે તે પદાર્થ ત્યાં છે એમ મારે માની લેવું જોઈએ. અને આ કારણથી જ જન્માંધ પુરુષ દેખતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org