________________
૩૮
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કિંમત છે. જેમ જ્યાં સુધી ફૂલ સુગંધવાળું હોય ત્યાં સુધી કિંમતી, શેરડી
જ્યાં સુધી રસવાળી હોય ત્યાં સુધી જ કિંમતી, લીંબડો કડવાશ વાળો હોય તો જ કિંમતી, મરચું તીખાશ વાળું હોય તો જ કિંમતી, તેવી જ રીતે આ આત્મદ્રવ્ય પણ જ્ઞાનાદિ ગુણોવાળું હોય તો જ કિંમતી છે. આ આત્મદ્રવ્ય અનંત અનંત ગુણોથી સંયુક્ત છે. તે જ તેનું સાચું સ્વરૂપ છે. તેથી પોતાના જ્ઞાનાદિ ગુણોમાં પરિણામ પામવું, ગુણો પ્રાપ્ત કરવા, ગુણોમાં રમવું, ગુણોમાં જ આનંદ માનવો એ જ સાચો ધર્મ છે. એ જ સાચું સુખ છે. આ ગુણો-ધર્મ-આનંદ બધું જીવમાં પોતાનામાં જ રહેલું છે. મોહના ઉદયથી આ ઢંકાયેલું છે. તેથી તે ધર્મ-ગુણો અને આનંદ જીવે જ પ્રાપ્ત કરવાના છે. જીવના પોતાના પુરુષાર્થથી જ ગુણો મેળવવાના છે. અને આત્મામાં જ સદા રાખવાના છે. છએ કારક આત્મામાં જ છે. પૂજ્ય ગ્રંથકારશ્રીએ જ જ્ઞાનસાર અષ્ટકમાં કહ્યું છે કે
आत्माऽत्मन्येव यच्छुद्धं जानात्यात्मानमात्मना । તેય રત્નત્રયે શિવ તા : ૧૩-૨
આ આત્મા પોતે જ પોતાના આત્મામાં જ પોતાના આત્મપુરુષાર્થ વડે શુદ્ધ એવા આત્મતત્ત્વને જાણે છે. રત્નત્રયીમાં તે જ જ્ઞાન-ચિ અને આચારની એકતા મુનિ-મહાત્માની જાણવી.
આત્માના ગુણો-ગુણોનો આનંદ-અને ગુણોની પ્રાપ્તિ, એવા સ્વરૂપવાળો ધર્મ પર પુગલ દ્રવ્યમાં કે અન્ય જીવ દ્રવ્યમાં હોતો નથી. છતાં જેમ કસ્તુરીયો મૃગ બ્રાન્ત થયો છતો કસ્તુરીની સુગંધ લેવા દશે દિશાઓમાં આમતેમ ફરે છે. પરંતુ તે કસ્તુરીની સુગંધનું મૂળભૂત ઉત્પત્તિસ્થાન તેને શોધ્યું મળતું નથી. અને જે સ્થાન પોતાની નાભિ જ) છે. તેની તેને ખબર નથી. એવી રીતે મિથ્યાત્વમોહનીયના ઉદયથી અવળી દૃષ્ટિવાળો બનેલો અને તેથી જ સાચો પરમાર્થ જાણવામાં અંધ બનેલો આ જીવ પોતાનામાં રહેલા ગુણો, ગુણોનો આનંદ, અને ગુણોની પ્રાપ્તિ રૂપ ધર્મને ન દેખતાં પરની પાછળ ફર્યા જ કરે છે. પર એવા જડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org