________________
૨૬ ૨,
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
ઢાળ બીજી એમ ટૂંઢતાં રે ધર્મસોહામણો, મિલીઓ સગુરુ એક ! તેણે સાચો રે માર્ગ દાખવ્યો, આણી હૃદય વિવેક |
શ્રી સીમંધર સાહિબ સાંભળો || ર-૧ || પરઘર જોતાં રે ધર્મ તુમે ફિરો, નિજ ઘર ન હો રે ધર્મ જિમ નવિ જાણે રે મૃગકસ્તુરીઓ, મૃગમદ પરિમલ મર્મ | શ્રી૨-૨ . જેમ તે ભૂલો રે મૃગ દશદિશિ (દિશિદિશિ) ફરે, લેવા મૃગમદ ગંધ ! તેમ જગ ટૂંઢે રે બાહિર ધર્મને, મિથ્યાદૃષ્ટિ રે અંધ | શ્રી. ર-૩ / જાતિ અંધનો રે દોષ ન આકરો, જે નવિ દેખે રે અર્થ છે મિથ્યાદૃષ્ટિ રે તેહથી આકરો, માને અર્થ અનર્થ | શ્રી૦૨-૪ આપ પ્રશંસે રે પરગુણ ઓળવે, ન ધરે ગુણનો રે લેશ. તે જિનવાણી રે નવિ શ્રવણે સુણે, દિએ મિથ્યા ઉપદેશ // શ્રી ૨-૫ છે. જ્ઞાન પ્રકાશે રે મોહતિમિર હરે, જેહને સદ્ગુરુ સૂર ! તે નિજ દેખે રે સત્તા ધર્મની, ચિદાનંદ ભરપૂર | શ્રી ૨-૬ / જેમ નિર્મળતા રે રત્નસ્ફટિક તણી, તેમ તે જીવ સ્વભાવી તે જિન વિરે રે ધર્મ પ્રકાશિઓ, પ્રબળ કષાય અભાવ | શ્રી. ૨-૭ જેમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ | પાપ પુણ્યથી રે તેમ જગ જીવને, રાગ દ્વેષ પરિણામ | શ્રી. ૨-૮ છે. ધર્મ ન કહીએ રે નિશે તેહને, જેહ વિભાવ વડવ્યાધિ ! પહેલે અંગે રે એણી પેરે ભાખીયું, કર્મે હોય ઉપાધિ | શ્રી. ર-૯ I જે જે અંશે રે નિરુપાયિકપણું, તે તે જાણી રે ધર્મ | સમ્યગ્દષ્ટિ રે ગુણઠાણા થકી, જાવ લહે શિવ શર્મ | શ્રી ૨-૧૦ll. એમ જાણીને રે જ્ઞાનદશા ભજી, રહીએ આપ સ્વરૂપ છે પરપરિણતિથી રે ધર્મ ન છાંડીએ, નવિ પડીએ ભવકૂપ શ્રી ૨-૧૧ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org