________________
૨૬૩
શ્રી સવાસો ગાથાનું સ્તવન
ઢાળ ત્રીજી જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું ! તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણું ||
આતમ તત્ત્વ વિચારીએ રે ૩-૧ | આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ | આતમ જ્ઞાને તે ટળે, એમ મન સદહીએ આતમ૩-૨ / જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો | નિર્વિકલ્પ ઉપયોગમાં, નહીં કર્મનો ચારો | આતમ0 ૩-૩ || ભગવાઈ અંગે ભાખિઆ, સામાયિક અર્થ | સામાયિક પણ આતમાં, ધરો સુધો અર્થ | આતમ૦ ૩-૪ / લોકસાર અધ્યયનમાં, સમકિત મુનિ ભાવે | મુનિ ભાવ જ સમક્તિ કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે | આતમ૦ ૩-૫ / કષ્ટ કરો સંયમ ધરો, ગાળો નિજ દેહ | જ્ઞાનદશા વિણ જીવને, નહીં દુઃખનો છેહ | આતમ0 ૩-૬ | બાહિર યતના બાપડા, કરતાં દુહવાએ | અંતર જતના જ્ઞાનની, નવિ તેણે થાયે | આતમ) ૩-૭ II રાગ દ્વેષ મલ ગાળવા, ઉપશમ જલ ઝીલો | આતમ પરિણતિ આદરી, પર પરિણતિ પીલો . આતમ૦ ૩-૮ હું એહનો, એ માહરો, એ હું, એણી બુદ્ધિ | ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ | આતમ૦ ૩-૯ || બાહિર દૃષ્ટિ દેખતાં, બાહિર મન ધાવે છે અંતર દૃષ્ટિ દેખતાં, અક્ષયપદ પાવે || આતમ૦૩-૧૦ા ચરણ હોય લજ્જાદિકે, નવિ મનને ભંગ | ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે | આતમ૦૩-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org