SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ શ્રી સવાસો ગાથાનું સ્તવન: ઢાળ ચોથી ઉભું કરતા હોય તો તે અવસરે તે ધનવાનો દ્વારા થતી દાનાદિની ક્રિયા દૂર ઉભા ઉભા આપણે માત્ર (જ્ઞાયકભાવવાળા) જોવા વાળા જ બનીએ છીએ. તે જોઈને અત્યંત રાજી-નારાજ થતા નથી. કર્તુત્વભાવ, અહંકાર કે ગૌરવ લેવાનું મન જ થતું નથી. કારણકે તે આહાર-વસ્ત્ર-અને ધનાદિ આપણાં નથી એમ જાણીએ છીએ. માત્ર આ એક સારું કામ કરે છે. એવો અહોભાવ થાય છે. એવી જ રીતે આપણા પોતાના ધનાદિ પૌગલિક પદાર્થો પણ આપણા પોતાના નથી. કર્મરાજાના છે. પરાયા છે સંસારવર્ધક છે. એક પ્રકારની ઉપાધિ (બલા) છે, એમ સમજીને તે ધનાદિ ઉપરના રાગાદિભાવો ટાળીને, આ ઉપાધિ આટલી તો ઓછી થઈ એમ મનમાં માનીને રાગદ્વેષરહિતપણે, હર્ષ-શોક રહિતપણે, મધ્યસ્થભાવે દાનાદિની આ ક્રિયાને કરતાં માત્ર જ્ઞાયકભાવથી નિરીહભાવે જોવાની જ રહે છે. આવા પ્રકારના અલિપ્તભાવથી અભિમાન આવતું નથી, કર્તુત્વબુદ્ધિ થતી નથી, માન-બહુમાન કે ગૌરવ લેવાનું મન થતું નથી. નામનાનો કે તકતીનો મોહ રહેતો નથી. અનાસક્ત ભાવના જોરે આ જીવ પૂર્વબદ્ધ કર્મો ખપાવી નિર્મોહી થઈને ક્ષપકશ્રેણિ રચવા દ્વારા મુક્તિનાં અનંત અનંત સુખોને સાધે છે. આ ગાથાઓમાં તથા તેના વિવેચનોમાં દાનાદિ ક્રિયાનો નિષેધ નથી પરંતુ તેની પાછળ રહેલી આશયની અશુદ્ધિનો નિષેધ છે. જે ૪-૬ .. શુભ અશુભ વસ્તુ સંકલ્પથી, ધરે જે નટ માયા ! તે ટળે સહજ સુખ અનુભવે, પ્રભુ આતમરાયા ! ૪-૭ / શુદ્ધ નય અર્થ મન ધારીએ |૪૩ નટમાયા=નટની પ્રક્રિયા,તેરનટની પ્રક્રિયાને,ટળેeત્યજી દે ત્યારે. ગાથાર્થ= આ જીવ શુભ અને અશુભ આવા પ્રકારના માનસિક સંકલ્પો અને વિકલ્પો દ્વારા નટની માયાને (હર્ષ-શોકાદિને) ધારણ કરે છે. પરંતુ જ્યારે આ આત્મા તેવા પ્રકારની (હર્ષ-શોકાદિ સ્વરૂપ) નટમાયાને ત્યજી દેશે ત્યારે જ આ આત્મારૂપી રાજા પ્રભુ થયો છતો સ્વાભાવિક સુખને અનુભવશે. ૪-/ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy