________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી
૧૧૩ વિવેચન= આહારાદિનું દાન આપવાની જે ક્રિયા કરી તે શુભ યોગપ્રવૃત્તિ છે. અને અપહરણાદિની જે ક્રિયા કરી તે અશુભયોગપ્રવૃત્તિ છે. આ બન્ને પ્રકારની શુભાશુભ યોગ પ્રવૃત્તિ નામકર્મના ઉદયજન્ય છે. અને પૂર્વે બાંધેલા રાગ-દ્વેષાત્મક મોહનીય કર્મના ઉદયથી સંમિશ્રિત છે. નામકર્મ અને મોહનીયકર્મના ઉદયજન્ય હોવાથી આત્માની પોતાની આ પ્રવૃત્તિ નથી. છતાં અજ્ઞાની આત્માઓ તેવા પ્રકારની શુભાશુભક્રિયાઓમાં પોતાનું કર્તૃત્વ સ્થાપીને ફરી પાછા રાગ-દ્વેષાદિ કરે છે.
જે શુભાશુભ ક્રિયાઓ ઔદયિકભાવની હોવાથી પુણ્ય-પાપ કર્મની માલિકીની છે. પરંતુ જીવની પોતાની નથી. તેને પોતાની માનીને પોતાની ગાવી તે જ અન્યથા વચન. “મેં આટલા રૂપીયાનું અહીં આ દાન આપ્યું, મેં આ સંસ્થા બંધાવી. મેં ગામના લોકોને ખાવા-પીવાનું કરી આપ્યું” ઈત્યાદિ વચનો બોલીને ઔદયિકભાવની ક્રિયાઓને પોતાની માનીને તેના કર્તુત્વભાવવાળાં મિથ્યાવચનો બોલવા દ્વારા દાનાદિ ક્રિયાઓનું અભિમાન કરીને તે આત્મા ! તું ફરી ફરીને ફોગટ કર્મ બાંધે છે. અહીં દાનાદિ ક્રિયાઓ મોહત્યાગનો અને પરોપકારનો હેતુ હોવાથી ખોટી નથી. પરંતુ તેની પાછળ કર્તુત્વબુદ્ધિ અને અહંકારાદિ ભાવ ખોટા છે.
આ ચારે ઢાળોમાં આવેલી આવી ઉત્તમ-સુંદર ગાથાઓના અર્થ સાંભળીને, સમજીને આત્માર્થી મુમુક્ષુ ભવ્ય જીવોએ આત્મહિત માટે અહીં ઘણો વિચાર કરવો ઘટે છે કે પોતાના પુરુષાર્થથી કમાયેલા પોતાની માલિકીવાળા, અને પોતાની ઈચ્છા પ્રમાણે જેનો ઉપયોગ કરી શકાય તેવા પોતાના રૂપીયા પણ હે આત્મા ! નિશ્ચયનયથી જો તારા નથી. પરદ્રવ્ય છે. પુણ્યકર્મરાજાના છે. આ બધો તો ઔદયિકભાવમાત્ર છે. આત્માના ગુણસ્વરૂપ નથી. બંધનકર્તા છે. અભિમાન કરાવનાર છે અને રાગાદિ દ્વારા ફરી ફરી કર્મ બંધાવનાર છે. તો પછી ગામલોકો પાસેથી અથવા બહારગામના લોકો પાસેથી રૂપીયા લાવીએ અને તેના દ્વારા દીન-અનાથોને જમાડીએ, વસ્ત્રાદિ આપીએ. પશુઓને ઘાસ આદિ નાખીએ અથવા દેરાસર. ઉપાશ્રય બંધાવીએ. સ્કુલ-કોલેજ બંધાવીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org