________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
હે સીમંધરસ્વામી પ્રભુ । રક્ષકો દ્વારા અને આશ્રય આપનારા દ્વારા જ આત્મધન લુંટાતા એવા સજ્જન શિષ્યો પોતાના દુઃખના પોકારો ક્યાં જઈને કરે ? જેમ ૨ક્ષક એવા સરકારી માણસો (એટલે કે રાજપુરુષો) જ જો લાંચ રુશ્વત દ્વારા પ્રજાને લુંટવા માંડે તો લુંટાતી એવી તે પ્રજા ફરીયાદ ક્યાં જઈને કરે ? તેમ આજે કુગુરુઓ જ શિષ્યોનું આત્મધન લુંટે છે ત્યાં આત્મકલ્યાણના અર્થી એવા મુમુક્ષુ વૈરાગી શિષ્યો પોતાના દુઃખના પોકારો (ફરીયાદ) હે પ્રભુ ! ક્યાં જઈને કરે ? તેથી તમે અમારી વાત પૂરેપૂરા ધ્યાનથી સાંભળો. ૧-૩ ||
૧૨
જેહ નવિ ભવ તર્યા નિર્ગુણી, તારશે કેણી પેરે તેહ રે । એમ અજાણ્યા પડે ફંદમાં, પાપબંધ રહ્યા જેહ રે ।।
સ્વામી ! સીમંધરા વિનતિ. ॥ ૧-૪ | તે ફંદમાં = જાળમાં,
=
પેઠે, તેહ ગાથાર્થ જે ગુરુઓ પોતે નિર્ગુણી છે અને સંસારસાગર તર્યા નથી, તેવા ગુરુઓ શિષ્યોને કોની જેમ તારશે ? અર્થાત્ નહીં જ તારી રાકે. આવું નહીં જાણનારા ભદ્રિક લોકો આ કુગુરુઓના ફંદમાં (માયાજાળમાં) ફસાઈ જાય છે અને પાછળથી પસ્તાયા છતા આર્ત-રૌદ્ર ધ્યાન દ્વારા નિરંતર પાપકર્મોના બંધમાં જ વર્તે છે. ।। ૪ ।।
જેહ
=
જે, પેરે
Jain Education International
-
વિવેચન= “સમુદ્ર” અપરિમિત પાણીથી ભરપૂર હોય છે, ઘણાં ઘણાં ઉંચા ઉંચા મોજાંઓ (તરંગો) તેમાં ઉછળતાં હોય છે, તે અગાધ ઊંડાં હોય છે. મગરમચ્છાદિ અનેકવિધ જલચર જીવોથી વ્યાપ્ત હોય છે. જેનો છેડો ઘણો જ દૂર દૂર હોય છે. સ્ટીમર આદિને પણ પહોંચતાં મહિનાઓ લાગે છે. જેનું દૃશ્ય પણ ભયજનક હોય છે. આવો સમુદ્ર પોતાના બે હાથ દ્વારા તરવો દુષ્કર છે અને અશક્ય પણ છે. તરવૈયો ગણાતો માનવી પણ આવા સમુદ્રને જો તરી શકતો નથી તો પછી તે સમુદ્ર સામાન્ય માનવી કેમ તરી શકે ? અને તે વ્યક્તિ અન્યને કેવી રીતે તારી શકે ? આ સત્ય હકીકત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org