________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ આઠમી
૨૦૧ પરદ્રવ્યો પ્રત્યેની મમતા ત્યજી આત્મા સ્વદશાસન્મુખ કેમ આવે? એવા ભાવથી કરવાની કહી છે. તે કારણથી ઉપરછલ્લી રીતે તે પૂજા સાવદ્ય (જીવહિંસા વાળી) ભલે દેખાય છે. અર્થાત્ સ્વરૂપથી સાવદ્ય છે. પરંતુ અનુબંધની અપેક્ષાએ આ પૂજા અવશ્ય નિરવદ્ય છે.
હિંસા ત્રણ પ્રકારની હોય છે. ૧ સ્વરૂપ હિંસા, ૨ હેતુહિંસા અને ૩ અનુબંધ હિંસા. જ્યાં જીવાત થતો હોય તે સ્વરૂપહિંસા. ત્યાં જીવઘાતમાં જયણાનો પરિણામ ન હોય તે હેતુહિંસા. અને જ્યાં હિંસા હોય કે ન હોય પરંતુ હિંસાના અને કષાયના તીવ્ર અધ્ય-વસાયો હોય તે અનુબંધ હિંસા કહેવાય છે. એવી જ રીતે અહિંસા પણ ત્રણ પ્રકારની છે. જ્યાં જીવધાત ન થતો હોય તે સ્વરૂપ અહિંસા. જ્યાં જયણાના પરિણામ હોય તે હેતુ અહિંસા. અને જ્યાં મિથ્યાત્વ-કષાયો-વાસનાઓ અને વિકારોનો વિજય થતો હોય તેવા પ્રકારની પરિણતિની નિર્મળતા તે અનુબંધ અહિંસા.
આ પૂજાના કાર્યમાં સ્વરૂપહિંસા છે. પરંતુ અનુબંધ અહિંસા છે. તેથી અલ્પઆશ્રવ અને વધારે સંવર-નિર્જરા છે. તેથી મુનિઓને નદી ઉતરવાના ઉદાહરણના અનુસાર શ્રાવકોને આ પૂજા કર્તવ્ય જ છે. સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કેહેતુ અહિંસા જયણારૂપે, જંતુ અઘાત સ્વરૂપ છે ફળરૂપે જે તેહ પરિણમે, તે અનુબંધ સ્વરૂપ // ૮-૮ |
સાડા ત્રણસો ગાથાનું સ્તવનઆ માટે વિશેષ વર્ણન સાડાત્રણસો ગાથાના સ્તવનમાં ઢાળ ૮માં ગાથા-૭ થી ૨૫માંથી જાણી લેવું. આમ, આ જિનપૂજા અનુબંધથી નિરવદ્ય છે. કારણ કે પૂજાના કાળે જિનેશ્વર પરમાત્માના ગુણો ગાતાં ગાતાં હૃદયમાં તેમના પ્રત્યે અહોભાવ-પૂજ્યભાવ વર્તે છે અને પ્રતિદિન તેમાં વૃદ્ધિ થાય છે. તથા વીતરાગના ગુણ ગાતાં, તેમની વાણી ઉપરનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org