________________
૨૦૨
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અથાગ વિશ્વાસ વધતાં, આ જીવ શુભ ધ્યાનમાં (ધર્મધ્યાનમાં) વર્તનારો બને છે. તેથી સમસ્ત પ્રકારે શુભયોગવાળી દ્રવ્યક્રિયાઓ સ્વરૂપથી ભલે સાવદ્ય હોય પરંતુ અનુબંધની અપેક્ષાએ નિરવદ્ય હોવાથી શુભધ્યાન દ્વારા તે જીવ અનંત કર્મનિર્જરા કરનારો બને છે. ૮-૭ / જિનવર પૂજા દેખી કરી, ભવિયણ ભાવે ભવજલ તરી છ કાયના રક્ષક હોયાવલી, એહ ભાવ જાણે કેવલી | ૮-૮ |
! ૯૧ | ભવિયણ= ભવ્યજીવ, ભાવે= ઉત્તમભાવથી, એહભાવ= આ ભાવ.
ગાથાર્થ= જિનેશ્વરની પૂજા કરીને (અથવા અન્ય વડે કરાતી પૂજા જોઈને) ભવ્યજીવો ઉત્તમભાવનાથી સંસારસાગરને તરી જાય છે અને સદાને માટે છે કાયના રક્ષક બને છે. આત્મામાં રહેલા આત્મશુદ્ધિના આ ચઢતા પરિણામો કેવલી ભગવાન જ જાણે છે. || ૮-૮ ||
વિવેચન= શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાને અનુસરીને જે જે આત્માઓ પોતાના આત્માની શુદ્ધિ અર્થે મન-વચન-કાયા દ્વારા પરમાત્માની પૂજા આદિ શુભ ધર્માનુષ્ઠાન કરે છે અને પોતે કરેલાં તે કાર્યો જોઈ જોઈને ઘણો હર્ષ-આનંદ અનુભવે છે. સુકૃતની અનુમોદના કરે છે. તે આત્માઓ તે તે કાર્યો કરવા દ્વારા તથા તેવાં કાર્યોની અનુમોદના કરવા દ્વારા પોતાનાં પૂર્વબદ્ધ ઘણાં ઘણાં કર્મોને ખપાવે છે. અને તેના દ્વારા ભવસાગરને તરી જાય છે. ભવસાગરને તર્યા પછી સિદ્ધિપદ પ્રાપ્ત કરીને હવે અનંતકાળ સુધી તેઓ કદાપિ છ કાયની હિંસા કરતા નથી. સદાને માટે છે કાયના રક્ષક બને છે.
તેઓ વડે કરાયેલી વિશિષ્ટ પૂજા આદિ ધર્મકરણી જોઈને અન્ય જોનારા આત્માઓ પણ તેઓના સુકૃતની અનુમોદના કરતા છતા આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવા દ્વારા સિદ્ધિપદ પામનારા અને સર્વકાળ માટે છે કાયની રક્ષા કરનારા બને છે. પૂજા આદિ શુભ અનુષ્ઠાનો કરનારા જીવોને અને તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org