SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અને ઉદાયન રાજર્ષિનાં દૃષ્ટાન્તો આપીને સ્વબચાવ કરે છે. તે સર્વથા ખોટી (ઉસૂત્ર) પ્રરૂપણા છે. આ માટે સાડા ત્રણસો ગાથાના સ્તવનની ઢાળ ત્રીજીની ગાથા ૨ થી ૧પમાં કહેલો અધિકાર મનન કરવા જેવો છે. બહિરાત્મદષ્ટિ જીવો શિથિલાચાર સેવે અને વળી તેના બચાવ માટે ઉપરોક્ત ઉદાહરણો આપી તેની આજુબાજુનાં બીજાં પાસાં (સાચાં કારણો) નહીં બતાવીને માત્ર શિથિલાચારની પુષ્ટિમાં જ જોડે. જ્યારે અંતરાત્મદષ્ટિવાળા આત્માઓ શરીરાદિ સંજોગોની પરવશતાથી કદાચ કોઈ શિથિલાચાર સેવવો પડે તો પણ નિંદા-ગ કરી, આલોચના અને પશ્ચાત્તાપ કરીને ફરીથી દોષ ન સેવવાની બુદ્ધિવાળા અને પ્રયત્નવાળા બને છે. બહિરાત્મદૃષ્ટિ અને અંતરાત્મદષ્ટિવાળા જીવોમાં દૃષ્ટિભેદથી આટલો મોટો તફાવત થાય છે. તે ૬-૫ / આજ નવિ ચરણ છે આકરૂં, સંહનાનાદિક દોષે રે એમ નિજ અવગુણ ઓળવી, કુમતિ કદાગ્રહ પોષે રે I ૬-૬ // તુજ વિણ ગતિ નહી જંતુને / ૬૯ છે. આકરું= શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, અવગુણ= દોષ, ઓળવી= છુપાવીને. ગાથાર્થ= આ પાંચમા આરાના કાળમાં સંઘયણ વગેરે દોષોના કારણે ઉત્કૃષ્ટ ચારિત્ર નથી એમ કહીને જે પોતાના દોષને છુપાવે છે તે પોતાની કુમતિને અને કદાગ્રહને પોષે છે. ૬-૬ // વિવેચન= જે શિથિલાચારી સાધુઓ પોતાના દોષોને ઢાંકવા અથવા દોષોને ગુણમાં ખપાવવા આવી દલીલ કરે છે કે આજે પંચમ કાલમાં છેવટું સંઘયણ છે. તથા પરમાત્મા મહાવીર પ્રભુ આદિ સર્વજ્ઞ પુરુષો વિચરતા હતા તે કાળે વજઋષભનારાચ સંઘયણ હતું. તેથી સંઘયણ બળ તથા આદિ શબ્દથી પૂર્વધર આદિ મહાપુરુષોનો વિરહ છે. વગેરે કારણોને લીધે આજે ઉત્કૃષ્ટ ચારિત્ર નથી. જેટલું પળાય એટલું અમે પાળીએ છીએ. એમ કહીને કાળ-સંઘયણ-પૂર્વધરોનો વિરહ છે. ગરબળ તથા તે કાળે વાત્મા મહાવીર છે કે આજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy