________________
૧/૪
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત મન, વચન અને કાયાના યોગથી જે પુદ્ગલો ગ્રહણ કર્યા છે. તે પુદ્ગલો જીવનાં નથી. તે પુદ્ગલોથી જીવ જુદો છે. અને જીવથી દેહાદિ પુદ્ગલો પણ જુદાં છે. જે ૪-૩ ||
વિવેચન= ગુરુજી શિષ્યને સૂક્ષ્મબુદ્ધિથી સમજાય તેવો સુંદર અને અતિશય ઉત્તમ એવો ઉત્તર આપે છે કે
હે મહાનુભાવ ! આ જીવ જ્યારે જ્યારે દીન-દુઃખી, દરિદ્રી આત્માઓને ધન-ધાન્ય-વસ્ત્ર તથા આહાર-પાણી આદિ પૌગલિક પદાર્થો આપે છે ત્યારે અથવા કોઈ કોઈ સંસ્થાઓમાં ધનનું દાન કરે છે ત્યારે અથવા કોઈની પાસેથી કંઈ લે છે. ત્યારે ત્યારે પોતાના આત્માની માલિકીવાળો અને પોતાના આત્મામાં જ રહેલો એવો ધર્મ (જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય આદિ ગુણમય ધર્મ) તથા સુખ (સ્વાભાવિક આનંદ) આ જીવ બીજા જીવને આપી શકતો નથી. અને જે આપે છે તે આ જીવની માલિકીનું નથી. પોતાનું નથી.
- સારાંશ કે ગુણો અને ગુણોનો આનંદ આ જ પારમાર્થિક જીવનું સ્વરૂપ છે. જીવની માલિકીનું છે. તે પરને આપી શકાતા નથી. અને ધન-ધાન્યાદિ જે જે પૌલિક ચીજો અપાય છે તે ચીજો પરભવથી આત્મા સાથે લાવ્યો નથી, ભવાન્તરમાં સાથે લઈ જવાનો નથી. આ વર્તમાન ભવમાં પુણ્યના ઉદયથી મળી છે. અને પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી જ રહેવાવાળી છે. એટલે કે “પુણ્યોદય” નામના કર્મરાજાની માલિકીની છે. જીવની પોતાની માલિકીની નથી. ઔદયિકભાવથી પ્રાપ્ત થયેલી સંપત્તિ અને વિપત્તિને મોહાશ્વેતાથી આ જીવે પોતાની માની લીધી છે. આ જ મહા-મિથ્યાત્વ છે. આ સંપત્તિ પોતાની ન હોવા છતાં પોતાની માનવી આ પહેલી ભૂલ છે. અને આવી પરાઈ વસ્તુ પર-વ્યક્તિને આપતાં “મેં આપી” એમ પોતાનું કર્તુત્વ માનવું એ બીજી ભૂલ છે.
પોતાના આત્મામાં રહેલા ક્ષાયોપશમિક ભાવના અંશથી પ્રગટ થયેલા અને ક્ષાયિક ભાવના પૂર્ણ પણે પ્રગટ થયેલા જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો રૂપે જે ધર્મ છે. તે ગુણોરૂપી ધર્મ જો બીજાને આપી શકાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org