SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી આવા પ્રકારના શુદ્ધ સાધ્યની પ્રાપ્તિ અર્થે સાધનશુદ્ધિ સમજાવવા માટે પૂર્વે પાંચમી ઢાળ કહી. ધર્મક્રિયાઓ કરવા રૂપ ઉપાયો એ જ સાચી સાધનશુદ્ધિ છે. અને આ જ વ્યવહારનય છે. શુદ્ધ સાધ્યને સાધી આપે એવી સાધનસામગ્રી જે હોય તેને સાધનશુદ્ધિ કહેવાય છે. સાધક એવા આત્માએ શુદ્ધસાધ્યની પ્રાપ્તિ અર્થે તેના સાધનભૂત ધર્મક્રિયાઓ કરવારૂપી સાધનશુદ્ધિ અવશ્ય સ્વીકારવી જોઈએ. અને તે ધર્મક્રિયાઓને વિષયસુખોનું સાધન ન બનાવતાં શુદ્ધ સાધ્યની (નિઃસ્પૃહદશા-વૈરાગ્યદશાની) પ્રાપ્તિનું સાધન બનાવવું જોઈએ. કુહાડો કાષ્ટચ્છેદનું અવશ્ય સાધન છે. પરંતુ છેદકે સાધનભૂત એવા કુહાડાનો ઉપયોગ કાષ્ટ છેદાય તે રીતે (ઘા મારવા દ્વારા) કરવો જોઈએ. પરંતુ પગ કપાય તે રીતે કરવો જોઈએ નહીં. તેમ અહીં પણ સમજવું. આ જ યથાર્થ અને ન્યાયસંગત સાધ્યસાધનદાવ છે. આ સમજાવવા માટે જ બીજી, ત્રીજી, ચોથી ઢાળમાં સાધ્ય અને પાંચમી ઢાળમાં સાધન સમજાવ્યું છે. સુંદર અને વ્યવસ્થિત રીતે આ બને નયોનો સમન્વય સમજાવવા છતાં અજ્ઞાન, અહંકાર અને મમત્વાદિમાં મૂઢ બનેલા (મારૂ જ સાચું, હું જે કહું છું તે જ બરાબર છે ઈત્યાદિ મનમાં માની બેઠેલા) કદાગ્રહી કેટલાક આત્માઓ પોતાને મનગમતા કોઈ પણ એકાંત પક્ષને સ્વીકારી લઈને તે તે પક્ષના, પક્ષસંબંધી અનુયાયીઓના, અને કપોલકલ્પિત મિથ્યા અર્થોના દૃષ્ટિરાગી બનીને સ્વચ્છેદાચારે પ્રવર્તતા છતા માનવભવ હારી જાય છે અને અનંત સંસાર વધારી નાખે છે. પોતે પોતાની જાતને ધર્માત્મા માની લે છે. અને લોકસમક્ષ મનગમતી ઉન્માર્ગની દેશના આપીને ધર્માત્મા મનાવે છે. અને તેના દ્વારા માન-પ્રતિષ્ઠા પામી જુલાઈને સંસાર વધારે છે. પાંચમી ઢાળમાં “ધર્મક્રિયાઓ” કરવારૂપ વ્યવહાર આદરવા જેવો છે એમ કહ્યું, તે સાંભળીને કોઈ અજ્ઞાની શિષ્ય ગુરુને કહે છે કે હવે તો અમે ધર્મક્રિયાઓ કરવારૂપ વ્યવહારને જ ગ્રહણ કરીશું. બસ, તેને જ બરાબર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy