SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જે જીવને જ્યારે હિતકારક હોય છે ત્યારે તે વસ્તુ તે જીવને કર્તવ્ય બને છે. અને તે જ વસ્તુ જે કાળે તે જ જીવને અથવા જેને અહિતકારક હોય છે. તેને તે અકર્તવ્ય બને છે. આ પ્રમાણે ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પહેલી ઢાળમાં સદ્ગુરુનો યોગ દુર્લભ છે. અને કુગુરુઓનો યોગ ઉન્માર્ગમાં ફસાવી સંસાર ભ્રમણ કરનાર છે. તે સમજાવ્યું. ૨-૩-૪ ઢાળમાં નિશ્ચયનયથી ધર્મ સમજાવ્યો. પ-૬ ઢાળમાં વ્યવહારનયથી ધર્મ સમજાવ્યો. તથા શુદ્ધ વ્યવહાર અને અશુદ્ધ વ્યવહારના બે ભેદ સમજાવ્યા. ૭મી ઢાળમાં શુદ્ધ પરિણતિવાળા સાધુ શ્રાવક અને સંવિજ્ઞપાક્ષિક એમ ૩ આરાધક અને શુદ્ધ પરિણતિ વિનાના ગૃહસ્થ યતિલિંગધારી અને કુલિંગી એમ ૩ વિરાધક સમજાવ્યા. ૮મી ઢાળમાં ગૃહસ્થોને દ્રવ્યપૂજા કર્તવ્ય છે. એ વાત યુક્તિપૂર્વક સમજાવી. ૯મી ઢાળમાં ગૃહસ્થોએ કરેલી દ્રવ્યપૂજાનાં ઉદાહરણો સમજાવ્યાં અને છેલ્લે આ દસમી ઢાળમાં સાતનય સાપેક્ષ તથા નિશ્ચય-વ્યવહારનયની અપેક્ષાએ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. હવે અગ્યારમી ઢાળમાં પરમાત્મા શ્રી સીમંધરસ્વામીને ભક્તિભાવે સ્તવના વંદના અને પ્રાર્થના કરતાં નિખાલસપણે હૈયું ખોલે છે. / ૧૦-૯ / દસમી ઢાળ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy