________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી
૨૪૩ દ્રવ્યક્રિયા કર્તવ્ય જ બને છે. જેમ ધંધામાં માલની લે-વેચ (વકરો) કર્યા વિના નફો પ્રાપ્ત થતો નથી. એટલે વકરો કરવો પડે છે. પરંતુ ઉડે ઉડે પણ નફો મળતો હોય તેવો વકરો કર્તવ્ય છે. જેમાં નફો ન મળતો હોય પણ ખાદ આવતી હોય તેવો વકરો અકર્તવ્ય બને છે. તેમ અહીં પણ સમજી લેવું.
. આ જ ન્યાયને અનુસરીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ યોગવિંશિકા ઉપરની પોતાની સંસ્કૃત ટીકામાં પણ કહ્યું છે કે- હૈયામાં જે આત્માઓને વિધિપૂર્વક ક્રિયા કરવાની અપેક્ષા છે તેઓ અજ્ઞાનતાના કારણે અવિધિ કરે તો પણ હૃદયમાં વિધિ સાપેક્ષતા હોવાથી આરાધક છે. અને અવિધિ જન્ય લાગેલા દોષો નિંદી ગહ આલોચના કરીને આ જીવ શુદ્ધ થઈ શકે છે. પરંતુ જેઓ વિધિપૂર્વક ક્રિયા કરવાની હૃદયમાં અપેક્ષા જ રાખતા નથી. કેવળ અવિધિએ જ કરે છે. અને તેમાં ફુલાઈને ગર્વ વહન કરે છે. પોતાની મોટાઈ, માન, ધન અને યશના ઇચ્છુક થાય છે તેઓ પોતે પોતાના આત્માને કષાયોની મંદતામાંથી કષાયોની તીવ્રતામાં લઈ જાય છે. માટે આરાધક નથી પણ વિરાધક છે. આવા જીવોને આશ્રયીને લખ્યું છે કે વિધિનિરપેક્ષપણે અવિધિએ ધર્મકાર્યો કરનારા કરતાં ન કરનારા જીવો સારા કે જેઓ આવાં ધર્માનુષ્ઠાનનાં કાર્યો ન કરેલાં હોવાથી માનાદિ કષાયોમાં તો આવતા નથી. મિથ્યા અહંકાર તો ધરતા નથી.
ઉપરોક્ત ચર્ચા સૂક્ષ્મબુદ્ધિથી નયોની સાપેક્ષતાએ સમજવા જેવી છે. એક વસ્તુ એકકાલે કર્તવ્ય હોય છે. તે જ વસ્તુ બીજાકાળે અકર્તવ્ય પણ બને છે. એક વસ્તુ એક વ્યક્તિને કર્તવ્ય હોય છે. તે જ વસ્તુ બીજી વ્યક્તિને અકર્તવ્ય પણ હોય છે. એકને કર્તવ્ય હોય એટલે સર્વને પણ કર્તવ્ય હોય, એવો નિયમ નથી. સ્યાદ્વાદષ્ટિ પ્રધાન રાખીને જે વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org