________________
૧૯૮
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વિવેચન= સામાયિક, પૌષધ, દેશાવગાસિક, તપ, વ્રત, પચ્ચકખાણ વગેરે દેશવિરતિ અને સર્વવિરતિનાં ધર્મકાર્યો કરવામાં સાવઘયોગનો ત્યાગ હોવાથી રાગ-દ્વેષાત્મક વિભાવદશાના ત્યાગસ્વરૂપ શુભભાવ (શમભાવ) સંભવે છે. અને તેથી શાસ્ત્રોમાં તે તે કાર્યોને દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિસામાયિક કહ્યાં છે. આ કાર્યો જેમ સમભાવ આપનારાં છે. કષાયોને ટાળનારાં છે. તેથી સામાયિક કહેવાય છે. આરાધના કહેવાય છે. ભવસમુદ્ર તરવામાં નાવ સમાન છે. તેવી જ રીતે સમ્યકત્વગુણને અને શ્રુતજ્ઞાનને પણ શમભાવનું કારણ માનીને શાસ્ત્રોમાં સામાયિક કહ્યાં છે. એટલે સામાયિક ચાર પ્રકારનાં કલ્યાં છે.
દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મ આરંભ-સમારંભના ત્યાગરૂપ હોવાથી વિરતિધર્મ છે. તે પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકે પ્રાપ્ત કરી શકાય છે. તેવી જ રીતે સમ્યકત્વગુણ ચોથે ગુણઠાણે અને શ્રુતજ્ઞાન પહેલા ગુણઠાણે મેળવી શકાય છે. આ બન્ને ગુણો ભલે આરંભ-સમારંભના ત્યાગરૂપ વિરતિધર્માત્મક નથી. તો પણ વિરતિધર્મની પ્રાપ્તિના અસાધારણ કારણરૂપ છે. શ્રુતજ્ઞાનના નિરંતર અભ્યાસથી સંવેગ-નિર્વેદ ગુણની વૃદ્ધિ થતાં આ જીવ સમ્યકત્વ પામે છે. અને સમ્યકત્વ પામ્યા પછી અપ્રત્યાખ્યાનીય કષાયને જિતવાથી આ જીવ વિરતિધર્મ પ્રાપ્ત કરે છે. તે માટે સમ્યક્ત્વ અને શ્રુતજ્ઞાન પણ વિરતિધર્માત્મક સામાયિકનાં કારણ હોવાથી સામાયિક કહેવાય છે. એટલે કુલ ચાર પ્રકારના સામાયિક છે.
દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મની પ્રાપ્તિમાં જેમ સમ્યકત્વ અને શ્રુતજ્ઞાન અસાધારણ કારણ છે. તેવી જ રીતે સમ્યકત્વ અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં જિનેશ્વરની પૂજા અલ્પ આરંભવાળી હોવા છતાં પણ પ્રધાનતમ કારણ છે. કારણકે જિનેશ્વર પરમાત્માનાં દર્શન-વંદન-પૂજન અને ભક્તિ આદિ કાર્યો કરતાં, તેમાં ભાવવિશેષની વૃધ્ધિ થવાથી પરમાત્માની અને તેઓના ઉપકારોની સાચી ઓળખાણ પ્રાપ્ત થતાં જ આ જીવ સમ્યકત્વગુણ પામે છે. પરમાત્માની પૂજા આદિ ધર્મકાર્યો ભલે અલ્પ આરંભવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org