________________
૨૩૨
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ધર્મશુદ્ધ-ઉપયોગસ્વભાવ, પુણ્ય પાપ શુભ અશુભવિભાવી ધર્મહેતુ વ્યવહાર જ ધર્મ, નિજ સ્વભાવ પરિણતિનો મર્મ / ૧૦-૫ |
| ૧૦૯ ! વિભાવ= વિભાવદશા, બંધહેતુ, મર્મન લક્ષ્ય.
ગાથાર્થ= શુદ્ધ ઉપયોગ સ્વભાવ એ ધર્મ છે અને પુણ્ય-પાપમાં હેતુભૂત શુભ-અશુભ યોગ પ્રવૃત્તિ એ વિભાવદશા (બંધહેતુ હોવાથી અધર્મ) જ છે. તો પણ જે શુભપ્રવૃત્તિ ધર્મપરિણામમાં હેતુભૂત બને છે જ્યાં નિજસ્વભાવની પરિણતિનો મર્મ (શુદ્ધ આત્મદશાનું લક્ષ્ય) વર્તે છે તે યોગપ્રવૃત્તિને પણ વ્યવહારનયથી ધર્મ કહેવાય છે. તે ૧૦-૫ /
વિવેચન= આત્મા ચૈતન્યમય છે. એટલે ચેતના (જ્ઞાનદશા) સદા ચાલુ જ રહેવાની છે. જે જેનું લક્ષણ હોય છે તે તેમાં સદા વર્તે છે. એમ ચેતના એ જીવનું લક્ષણ હોવાથી તેમાં સદા વર્તે છે. હવે તે ચેતના (જ્ઞાનદશા) રાગ-દ્વેષ-કષાયો આદિથી ઘેરાયેલી હોય ત્યારે તે અશુદ્ધ ચેતના કહેવાય છે. તે અધર્મ છે. અને મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓના ઉદયને મંદ-મંદતરમંદતમ કરવા વડે તેનો ક્ષયોપશમ કરવામાં આવ્યો હોય તો મોહનીય કર્મના ક્ષયોપશમભાવ યુક્ત અને અંતે ક્ષાયિકભાવ યુક્ત જે ચેતના તે શુદ્ધ ચેતના કહેવાય છે. તેને ધર્મ કહેવાય છે. સારાંશ કે મોહદશાયુક્ત જે ચેતના તે અધર્મ અને મોહદશા રહિત જે ચેતના તે ધર્મ સમજવો. આમ, આ આત્મા " પદ્રવ્યોનો મોહ ત્યજીને રાગાદિ દોષ રહિત થયો હતો જેટલો જેટલો શુદ્ધ ચેતનામાં વર્તે છે એટલે કે શુદ્ધ ઉપયોગ સ્વભાવમાં (સ્વસ્વભાવમાં) વર્તે છે તેટલો તેટલો ધર્મ છે એમ જાણવું.
જેમ કે પહેલા ગુણસ્થાનકે વર્તનારા જીવોમાં મોહનીય કર્મની છવ્વીસે પ્રકૃતિઓનો ઉદય જુદા-જુદા જીવોને આશ્રયી હોય છે. મોહના ઉદયજન્ય વિકારોવાળી ચેતના છે માટે અધર્મ છે. પરંતુ બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વના ઉદયજન્ય વિકારો ટળ્યા છે. તેટલો ધર્મ છે અને શેષ પચીસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org