________________
૨૨
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત લાંબો ટાઈમ ચાલતું નથી, દેશ ખલાસ થઈ જાય છે. દેશ દેવાદાર થઈ જાય છે. તેમ આ શાસનનો પંથ પણ આવા સ્વાર્થાન્ય અને મોહબ્ધ પુરુષોથી ચાલતો નથી. તેઓ શાસનમાં વિડંબક અને ઉચ્છેદક જ બને છે. તે સીમંધરસ્વામી પરમાત્મા ! અમારી હૈયાની વાત કંઈક સાંભળો. . ૧-૬ . વિષયરસમાં ગૃહી માચીયા, નાચિયા કુગુરુ મદ પૂર રે ! ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે
સ્વામી સીમંધરા વિનતિ. / ૧-૭ | ગૃહી-ગૃહસ્થ, માચીયા=હર્ષિત થયા, મદપૂર=અહંકારનો નશો.
ગાથાર્થ= ગૃહસ્થ લોકો સંસારી હોવાથી પાંચ ઇન્દ્રિયોના વિષયસુખમાં સહજ રીતે લયલીન તો હોય જ છે અને તેઓને કુગુરુઓનો સહયોગ મળતાં અભિમાનથી ભરપૂર થયા હતા તેમાં વધારે ને વધારે ડૂબે છે. આ રીતે બન્નેમાં ગાજ-વાજાં વગડાવવા પૂર્વક ધૂમધામ સહિત સર્વત્ર ધમાધમ જ પ્રવર્તે છે. શાસ્ત્ર-આજ્ઞાને અનુસારે વૈરાગ્યવાહી જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ તો અતિશય દૂર જ ચાલ્યો ગયો છે. | ૭ ||
વિવેચન= હે સીમંધરસ્વામી પરમાત્મા ! આપશ્રીની આગળ અમે ઘણું શું કહીએ ? આપશ્રી પોતે જ વીતરાગ સર્વજ્ઞ ભગવાન હોવાથી સઘળું ય જાણો છો, છતાં શાસનની વ્યથા જોઈને દુઃખથી ભરાયેલું અમારું હૈયું આ બોલી રહ્યું છે
ગૃહસ્થ લોકો સંસારી છે. સંસારના સુખોમાં જોડાયેલા છે. પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસે વિષયોમાં સદા આસક્ત હોય જ છે. મનગમતા વિષયો માણવા અને અણગમતા વિષયોથી દૂર રહેવું આ વાત સર્વે ગૃહસ્થોમાં સહજપણે હોય જ છે. તેમાં કુગુરુઓની વાણી સહયોગ આપનારી બની જાય છે. ધન એ પરદ્રવ્ય છે. રાગ-દ્વેષ, કલેશ-કંકાશ કરાવનાર છે. તેની પ્રાપ્તિમાં પણ અનેક કષ્ટો વેઠવાં પડે છે. ઘણી પરસેવા અને પરાધીનતા વેઠવી પડે છે. સંપત્તિના સંરક્ષણમાં પણ મન ચિંતાઓથી ઘેરાયેલું જ રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org