________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી
૨૩ છે છતાં જ્યારે એ જ સંપત્તિનો વિયોગ થાય છે ત્યારે શોક-રુદન-આઘાતપ્રત્યાઘાત અને મરણ જેવાં દુઃખો આવે છે. માટે ધન અસાર છે. નાશવંત છે. અંતે અવશ્ય વિયોગ પામનાર જ છે. તેથી ત્યજવા જેવું છે. આવી ઉત્તમવાણી ન સમજાવતાં, ઉલટી વાણી કુગુરુઓ સમજાવે છે કે તમે પુણ્યથી ધન પામ્યા છો ! વળી ધર્મના કાર્યોમાં ખરચીને નવું પુણ્ય બાંધો તો ભવાન્તરમાં પામશો અને દશગણું મળશે. આ વાવણીની વેળા છે. વાવી લો, ભાઈ ! વાવી લો. જો ખર્ચીને વાવશો નહીં તો પુણ્ય સમાપ્ત થતાં ભવાન્તરમાં દુઃખી થશો. તેથી જો સુખી થવું હોય તો ધન ખર્ચો. આવી વાણી પ્રકાશીને લોકોને ભવાન્તરમાં પણ સંસારસુખના રસીયા બનાવવાનું કામ આ ગુરુઓ કરે છે. સંસાર ઉપરનો વૈરાગ્ય વધારવાને બદલે સંસાર સદાય સુખોથી લીલોછમ જ કેમ રહે ? તેવો માર્ગ બતાવી સુખનો રાગ વધારે છે. જીવોને સંસારસુખના રસીયા કરે છે.
ગૃહસ્થો પોતે ઇન્દ્રિયોના સુખમાં મસ્ત તો હતા જ, અને તેમાં ધર્મમાં ધન ખરચી સંસાર સંબંધી ઇન્દ્રિય જન્ય સુખે ભવાન્તરમાં સુખી થવાનો ગુનો ઉપદેશ સહાયક બન્યો. ભોગસુખના અર્થી જીવો આવા ગુરુઓના અનુયાયી બન્યા. પછી તો જોઈ લો મઝા, પોતે ધનવાન હોવાથી સહેજે માનથી ભરેલા હતા. અને આવા ગુરુઓનો સહાયક તરીકે ટેકો મળ્યો એટલે વધારે ને વધારે મદના પૂરથી (અભિમાનના જોરથી) આ ગૃહસ્થો નાચી ઉઠ્યા. અમે તો આ ભવમાં ય સુખી અને ભવાન્તરમાં પણ નક્કી સુખી જ થશું. અમારો કોઈ વાળ વાંકો કરનાર નથી. આવા અભિમાનથી તે ગૃહસ્થો માન-મોભાના અને
જ્યાં ત્યાં ફૂલહાર પહેરનારા અને વાજાં વગડાવનારા જ થયા. ધૂમધામ કરીને ચોતરફ ધમાધમ કરનારા જ બન્યા છે.
તેમને આવો ઉલટો માર્ગ સમજાવનારા ગુરુઓ પણ તે ધનવાનો દ્વારા પ્રાપ્ત થયેલા યશ-કીર્તિ, ધન અને માનમાં મસ્ત બન્યા છતા ધૂમધામ વાળા (બાહ્ય આડંબર અને દેખાવવાળા) પ્રસંગો ઉભા કરવા દ્વારા, ધમાધમ કરનારા બન્યા. ગુરુ અને શિષ્ય બન્ને વિષયરસમાં આસક્ત, ભવાન્તરના સંસારસુખના લાલચુ, અભિમાનથી ભરપૂર, કોઈ તેઓને ન કહી શકે તેવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org