________________
૨ ૨૫
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી ચાર બંધહેતુ છે. છ ગુણઠાણે મિથ્યાત્વ અને અવિરતિ વિના ત્રણ બંધહેતુ છે. સાતમે ગુણઠાણે મિથ્યાત્વ અવિરતિ અને પ્રમાદ વિના બાકીના બે બંધહેતુ છે. આઠથી દસમાં ગુણસ્થાનક સુધી પણ કષાય અને યોગ એમ બે જ બંધહેતુ છે અને અગિયારમાથી તેરમા ગુણસ્થાનક સુધી યોગ નામનો એક બંધહેતુ હોય છે.
જે જે ગુણસ્થાનકે ૫, ૪, ૩, ૨, અને ૧, પણ બંધહેતુ વર્તે છે. ત્યાં ત્યાં કર્મોનો બંધ અવશ્ય થાય જ છે. પછી તે બંધ ભલે પાપનો હોય કે ઉપરનાં ગુણસ્થાનકો હોવાથી પુણ્યનો હોય, પરંતુ બંધ તો અવશ્ય હોય જ છે. એટલે પહેલા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી બંધહેતુ વિદ્યમાન હોવાથી કર્મોનો બંધ પણ અવશ્ય વિદ્યમાન જ છે. તેથી જ્યાં કર્મબંધ હોય, ત્યાં ધર્મ ન જ હોય, એવું જો માનીશું તો ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ધર્મ થશે જ નહીં. અને ધર્મતત્ત્વ માન્યા વિના આ જીવ ઉપર ઉપરનાં ગુણસ્થાનકોમાં આરોહણ કેમ કરી શકે? તેરમા સુધી જો ધર્મતત્ત્વ ન હોય અને આ જીવ ધર્મરહિત જ હોય, તો એક ક્ષણમાત્રમાં જ એકદમ સર્વકર્માના બંધ વિનાનું ચૌદમું ગુણસ્થાનક કેવી રીતે આવે ?
ધર્મ (પુણ્ય) અને અધર્મ (પાપ) આ બન્નેનો એટલે કે પુણ્ય અને પાપ બન્નેનો માત્ર ક્ષય જ થાય અને સર્વથા બંધ ન જ થાય એવો ધર્મ તો માત્ર શૈલેશી નામના ચૌદમા ગુણસ્થાનકના અંતે જ શાસ્ત્રોમાં કહ્યો છે કે જે ધર્મ તુરત જ (પાંચ હસ્વસ્વરના ઉચ્ચારણ કાળ માત્રમાં જ) શિવસુખને (મુક્તિ પદને) આપનાર બને છે. અને ભવજળથી (સંસારસમુદ્રથી) તારનાર બને છે. આવા પ્રકારનો સર્વથા બંધ વિનાનો અને પુણ્ય-પાપના ક્ષયવાળો ધર્મ તો ચૌદમે ગુણઠાણે જ આવશે. બાકીના તમામ ગુણસ્થાનકો ધર્મ વિનાનાં જ સ્વીકારવાં પડશે. જે શાસ્ત્રાજ્ઞાથી તદન વિરુદ્ધ છે. માટે આવો પ્રશ્ન ઉચિત નથી. સર્વથા બંધરહિત કેવળ સર્વ કર્મોના ક્ષયને જ ધર્મ કહેવો તે એવભૂતનયનો મત છે. અને આવો ધર્મ ચૌદમે ગુણઠાણે જ હોય છે. પરંતુ કેવળ એલો એવંભૂતનય માનવો અને બીજા નયોને ન સ્વીકારવા તે મિથ્યાત્વ છે. તેથી બીજા નયો અને તે તે નયોની માન્યતાવાળા ધર્ણને પણ સ્વીકારવો જોઈએ.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org