________________
૨ ૨૪
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત છે પણ ધર્મ નથી. તથા વ્રત અને પચ્ચખાણો કરવામાં મન જેટલું ઉત્સાહાદિના હિલોળે ચડે છે. તેટલું પૂજામાં હિલોળે ચડતું નથી. આમ, પૂજાનું કાર્ય કર્તવ્ય છે પુણ્યબંધ કરાવનાર છે. સ્વર્ગાદિના સુખનો હેતુ છે. પરંતુ નિર્જરા કરાવનાર નથી. માટે ધર્મરૂપ નથી, તેથી મુક્તિપદની પ્રાપ્તિનું કારણ નથી. | ૧૦-૧ |
ઉપરના પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારશ્રી બીજી ગાથામાં જણાવે છેનિશ્ચય ધર્મ ને તેણે જાણ્યો, જે શૈલેશી અંતે વખાણ્યો ! ધર્મ-અધર્મતણો ક્ષય કારી, શિવ સુખ દે જે ભવજલ તારી / ૧૦-૨ /
| ૧૦૬ . ધર્મ-અધર્મ= પુણ્ય-પાપ, તણો= નો, ભવજલ= સંસારસમુદ્ર
ગાથાર્થ= તે શિષ્ય નિશ્ચય ધર્મને યથાર્થ જાણ્યો નથી. જે ધર્મ શૈલેશી ગુણઠાણાના અંતે જ આવે છે. જે ધર્મ પુણ્ય-પાપ એમ ઉભયના ક્ષયને કરનારો છે. અને સંસારસમુદ્રથી તારીને મુક્તિસુખ આપનાર છે. || ૧૦-૨ //
વિવેચનઃ પહેલી ગાથામાં શિષ્ય જે એમ કહ્યું કે જ્યાં બંધ ન હોય અને નિર્જરા જ હોય તે ધર્મ કહેવાય. આવું કહેનારો શિષ્ય વાસ્તવિક ધર્મતત્ત્વને જાણતો નથી. કારણ કે “સર્વથા બંધ રહિત કેવલ એકલો કર્મક્ષય” એવો જે ધર્મ છે તે તો “શૈલેશીકરણ” નામના ચૌદમા ગુણસ્થાનકે જ માત્ર આવે છે. કારણકે આવા પ્રકારનો સર્વથા બંધરહિત ધર્મ તો તે જ ગુણસ્થાનકે હોઈ શકે છે. મિથ્યાત્વ નામનો બંધહેતુ પહેલા ગુણઠાણે, અવિરતિ નામનો બંધહેતુ એકથી ચાર ગુણઠાણા સુધી, પ્રમાદ નામનો બંધહેતુ એકથી છ ગુણઠાણા સુધી, કષાય નામનો બંધહેતુ એકથી દસ ગુણસ્થાનક સુધી, અને છેલ્લો “યોગ” નામનો બંધહેતુ એકથી તેરમા ગુણઠાણા સુધી હોય જ છે. એટલે પહેલે ગુણઠાણે પાંચે બંધહેતુ છે. બીજે ત્રીજે અને ચોથે ગુણઠાણે મિથ્યાત્વ વિના ચાર બંધહેતુ છે. પાંચમે ગુણઠાણે માત્ર ત્રસકાયની હિંસાની અવિરતિ વિના શેષ અવિરતિ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org