________________
ઢાળ નવમી
ભાવસ્તવ મુનિને ભલોજી, બેઉ ભેદે ગૃહી ધાર । ત્રીજે અધ્યયને કહ્યોજી, મહાનિશીથ મોઝાર | ૯-૧ || સુણો જિન, તુજ વિણ કવણ આધાર ॥ ૯૪ ।। ભલોજી= સારો, બેઉ ભેદે= બન્ને પ્રકારે, મોઝાર= અંદર.
ગાથાર્થ મુનિઓને ભાવસ્તવન ઉપકારક છે. અને ગૃહસ્થોને બન્ને ઉપકારક છે. આ પ્રમાણે મહાનિશીથ સૂત્રમાં ત્રીજા અધ્યયનની અંદર કહેલ છે. હે જિનેશ્વર પ્રભુ ! તમે અમારી વાત બરાબર સાંભળો, અમારે તમારા વિના બીજા કોનો આધાર છે. ? ।। ૯-૧ ||
વિવેચન= સાધુ ભગવંતોના આચારો સમજાવનારૂં મહાનિશીથ સૂત્ર છે. તેના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે સાધુઓને દ્રવ્યપૂજા કરવી કરાવવી કે અનુમોદવી તે યોગ્ય નથી. તેઓ નવવિધ પરિગ્રહના ત્યાગી છે તથા આરંભાદિકના પણ ત્યાગી છે. તેથી તેઓને ભાવસ્તવન જ ઉપકારક છે. જ્યારે ગૃહસ્થો સપરિગ્રહી અને સારંભી છે. તેથી તેઓને ભાવપૂજાનું કારણ બને તેવી દ્રવ્યપૂજા પણ ઉપકારક છે. અહીં દ્રવ્યપૂજા એ ભાવપૂજાનું કારણ છે. અને શ્રાવકો પણ સપરિગ્રહી તથા સારંભી છે માટે તેઓને દ્રવ્યપૂજા તથા ભાવપૂજા એમ બન્ને પૂજા કર્તવ્ય છે.
હે સીમંધરસ્વામી પરમાત્મા ! તમે અમારી વાતો સાંભળો. અમને ભરતક્ષેત્રમાં આ કાળે તમારા વિના બીજા કોનો આધાર છે ? કોની પાસે અમે અમારી આવી હૃદયવ્યથા ઠાલવીએ ? ।। ૯-૧ ||
વળી તિહાં ફળ દાખીયું જી, દ્રવ્યસ્તવનું રે સાર । સ્વર્ગ બારમું ગેહીનેજી, એમ દાનાદિક ચાર | ૯-૨ ॥ સુણો જિન, તુજ વિણ કવણ આધાર ॥ ૯૫ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org