________________
૧૧૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આ જીવ પરપ્રાણીને દાનાદિ કરી શકતો નથી. તથા પરધનાદિનું અપહરણ પણ કરતો નથી. આમ જ જો માનવામાં આવે તો દાનાદિથી પુણ્ય બંધાય છે અને અપહરણાદિથી પાપ બંધાય છે. દાનાદિથી જીવ ભવાન્તરમાં સુખી થાય છે. અને અપહરણાદિથી દુ:ખી થાય છે. આવાં વાક્યો શાસ્ત્રોમાં અને લોકનીતિમાં સુપ્રસિદ્ધ છે. તે કેમ ઘટશે ? તથા જગતમાં દાતા-હર્તાપણાની વ્યવસ્થા પણ કેમ ઘટશે? એટલે કે દાન આપનારનાં બહુમાનાદિ અને અપહરણ કરનારનાં અપમાન, મારપીટ અને કારાવાસાદિ જે થાય છે. તે પણ કેમ ઘટશે ? જગતના સર્વે વ્યવહારો અસંગત થશે. તેનો ઉત્તર હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી આપે છે.
દાન હરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પે | દીએ હરે તું નિજ રૂપને, મુખે અન્યથા જલ્પે ॥ ૪-૫ || શુદ્ધ નય અર્થ મન ધારીએ ॥ ૪૧ ॥
અવસરે= સમયે, સંક્ષે= વિચારોથી, નિજરૂપને= પોતાના સ્વરૂપને, મુખે= મુખથી, અન્યથા= ઉલટું, જલ્પે= બોલે.
ગાથાર્થ= દાન અને અપહરણ વગેરેના પ્રસંગોમાં તારા પોતાના આત્મામાં શુભ અને અશુભ જે સંકલ્પ-વિકલ્પો (વિચારો) થાય છે. તેનાથી તું તારા પોતાના શુદ્ધ સ્વરૂપને આપે છે અથવા ચોરે છે. અને મુખે તેનાથી ઉલટું (પુદ્ગલોના આદાન-પ્રદાન કર્યાનું) ગાય છે. ॥ ૪-૫ ||
વિવેચન= જ્યારે જ્યારે આ આત્મા ધન-વસ્ત્ર અને આહારાદિનું દાન કરે છે અથવા પરનાં ધન-વસ્ત્ર અને આહારાદિને લે છે એમ પૌદ્ગલિક પદાર્થોની લેવડદેવડ કરે છે. ત્યારે તે પૌદ્ગલિક પદાર્થો જીવના પોતાના ન હોવાથી અને જીવ તેનાથી ભિન્ન હોવાથી તે પદાર્થોનું દાતાપણું કે અપહર્તાપણું આ જીવમાં નિશ્ચયનયથી ઘટતું નથી પરંતુ તે તે પૌલિક પદાર્થોની લેવડ-દેવડ કરવાના અવસરે આગળ-પાછળ જે દાન આપવાના અને અપહરણ કરવાના સંકલ્પો કર્યા (વિચારો કર્યા, પરિણામો કર્યા) તેનો હે જીવ ! તું કર્તા છે. અને તેનાથી તું પુણ્ય-પાપ કર્મોને બાંધનાર બને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org