________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી
૧૧૧ તથા ક્યારેક નિર્જરા કરનાર પણ બને છે. પૌદ્ગલિક વસ્તુનું લેવડ-દેવડનું જે કામકાજ કર્યું. તેનો નિશ્ચયનયથી તું કર્તા નથી. (વ્યવહારનયથી તું કર્તા છે, પરંતુ દાન-અપહરણ કરવાના મનમાં જે જે પરિણામો ઉઠ્યા. તે પરિણામોનો (
વિલ્પોનો= ભાવકર્મોનો) અશુદ્ધ નિશ્ચયનયથી તું કર્તા છે એટલે તેનાથી પુણ્ય-પાપ રૂપ દ્રવ્યકર્મો તું બાંધે છે.
વસ્તુનું દાન કરવામાં પરનું હિત કરવાના, સુખી કરવાના, જે પરિણામો છે તે પરના હિતને કરનારા રાગાત્મક પરિણામો છે તેથી તે પરિણામોને શુભ પરિણામ કહેવાય છે. તેનાથી પુણ્યકર્મ બંધાય છે. અને પરની વસ્તુનું અપહરણ કરવાના જે પરિણામો છે તે પરના દિલને દુભવનાર-નુકશાન કરનાર હોવાથી દ્રષાત્મક પરિણામો છે, તેથી તે પરિણામોને અશુભ પરિણામ કહેવાય છે. તેનાથી પાપકર્મ બંધાય છે. તથા દાન કરતી વખતે ક્યારેક પૌગલિક વસ્તુ પ્રત્યેના મોહને તજવાના વૈરાગ્યવાળા પરિણામ પણ થાય છે. તેનાથી ક્યારેક તું કર્મોની નિર્જરા પણ કરે છે. આ પ્રમાણે પરિણામો જ પુણ્યબંધ-પાપબંધ અને નિર્જરાનું કારણ છે. પરંતુ પુદ્ગલોની લેવડ-દેવડ પુણ્યબંધાદિનું કરાણ નથી.
આ પ્રમાણે પૌદ્ગલિક પદાર્થોના લેવડ-દેવડના અવસરે મનમાં દાન કરવાના, અપહરણ કરવાના, જે જે શુભ-અશુભ સંકલ્પો તને થાય છે તેનાથી તું પુણ્ય-પાપકર્મો બાંધે છે. તથા દાન આપતી વખતે પદાર્થો પ્રત્યેનો મોહ તજવાના અને વૈરાગ્યની વૃદ્ધિના જો પરિણામો થયા હોય તો તે પરિણામથી તું નિર્જરા પણ કરે છે. શુભાશુભ આત્મપરિણામ જ પુણ્યબંધાદિનું કારણ છે.
આ રીતે સૂક્ષ્મબુદ્ધિએ વિચારતાં દાનના અવસરે જો તું મોહના ત્યાગનો અને વૈરાગ્યનો પરિણામ કરે છે. તો પરજંતુને વસ્તુનું દાન કરતો એવો તું તારા પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. અને તેવા પ્રગટ થયેલા શુદ્ધસ્વરૂપની પોતાના આત્માને ભેટ ધરે છે (દાન કરે છે) તથા દાનના અવસરે પરના ઉપકાર માત્રનો જ જો પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org