________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ પહેલી
તરીકે નિકટના સગપણવાળા પરમ ઉપકારી શ્રી સીમંધરસ્વામી ભગવાનને હુંડીના સ્વરૂપે આ કાગળ લખે છે. અમારી આ હુંડી સ્વીકારજો. એટલે કે અમારો આ કાગળ બરાબર વાંચજો. અને સાચા ધર્મનું સ્વરૂપ સમજાવનારા સદ્ગુરુનો અમને સંયોગ કરાવજો. (સાચા સદ્ગુરુને મોકલજો, એમ જાણે સૂચવતા હોય) તેમ આ સ્તવન રચે છે. આ સ્તવન રચવા દ્વારા ધર્મનું સાચું સ્વરૂપ આપણને ઉપાધ્યાયજી મહારાજશ્રી સમજાવે છે.
આ સ્તવન નિષ્પક્ષપાતહૃદયે (હૈયું તટસ્થ રાખીને), આત્મ કલ્યાણની બુદ્ધિએ, વાસ્તવિકપણે સમજવા જેવું છે. સાંભળવા જેવું છે. વારંવાર ગાવા જેવું છે અને કંઠસ્થ કરી પુનઃ પુનઃ લલકારવા જેવું છે. સ્વામી સીમંધરા વિનતિ, સાંભળો માહરી દેવ રે । તાહરી આણ હું શિર ધરું, આદરું તાહરી સેવ રે ।।
સ્વામી ! સીમંધરા વિનંતિ. ॥ ૧-૧ || ગાથાર્થ હે સીમંધરસ્વામી પરમાત્મા ! તમે મારી વિનંતિ બરાબર સાંભળો. હું તમારી આજ્ઞાને મસ્તકે ધારણ કરું છું. અને તમારા ચરણકમળની સેવા આદરું છું. તેથી હે પ્રભુ ! તમે મારી વિનંતિ સાંભળો || ૧ ||
૩
વિવેચન= “હું તમારી આશા સ્વીકારું છું અને તમારી સેવા આદરું છું” એમ પ્રથમગાથામાં કહીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાનો સેવકભાવ અને સીમંધરસ્વામી પરનો સ્વામિત્વભાવ પ્રગટ કર્યો છે. જ્યાં જ્યાં સાચો નિખાલસ સ્વામિ-સેવકભાવ હોય છે ત્યાં ત્યાં અવશ્ય આત્મ-કલ્યાણ થાય જ છે. યથાર્થ સ્વામિ-સેવકભાવ હોય, ત્યાં જ સેવક પોતાનું હૃદય સ્વામિને સમર્પિત કરે છે. અને સ્વામી પણ અત્યન્ત પ્રેમ, લાગણી અને વાત્સલ્યપૂર્વક સેવકના દુ:ખ-દર્દની વાત સાંભળે છે અને સાચા ઉપાયો જણાવવા દ્વારા સેવકનાં તે દુઃખ-દર્દો દૂર કરે છે. મનમાં આવી જ ઉત્પ્રેક્ષા (કલ્પના) કરીને ગ્રંથકાર પૂજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org