________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી
૧૪૯ તેવી જ રીતે આલંબન ભૂત એવી ધર્મક્રિયાઓ વિનાની કેવળ માત્ર નિશ્ચયનયની વાતો જ કરનારા જીવો અને નિશ્ચયનયથી શુદ્ધ એવા રત્નત્રયીમય આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાના લક્ષ્ય વિના સંસારાભિલાષી પણ કેવળ એકલી ધર્મક્રિયા જ કરનારા ભવાભિનંદી જીવો, નિશ્ચય-વ્યવહારના સમન્વયાત્મક એવી જૈનશાસ્ત્રાનુસારી દૃષ્ટિકોણરૂપ આલંબન વિના ભવરૂપ કૂવામાં ડુબે છે. નિશ્ચયનયની દૃષ્ટિ હૈયામાં રાખ્યા વિના કરાતી ધર્મક્રિયાઓમાં આ ભવ અને પરભવના સંસારસુખની તમન્નાઓ જ કામ કરતી હોવાથી ભોળા જીવો ભવરૂપી કૂવામાં પડે છે. અને કેવળ એકલી નિશ્ચયનયની જ દષ્ટિ રાખવાથી અને વ્યવહારભૂત ધર્મક્રિયાઓ ન કરવાથી સાધ્યની ઈચ્છા હોવા છતાં પણ સાધનભૂત ક્રિયાઓનો સમૂહ ન હોવાથી સાધ્યસાધનદાયના અભાવે પણ આ જીવ ફળ પામી શકતો નથી. બલ્ક વ્યવહારનો ઉચ્છેદ કરતો તે જીવ ઉસૂત્રભાષી થઈને અનંત સંસારફળને પામનાર બને છે.
તેથી હદયમાં શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિનું લક્ષ્ય રાખવું જોઈએ. અને તેની પ્રાપ્તિ માટે સાધ્યને સાધી આપે તેવા પ્રકારની સાધ્યાભિમુખ એવી ધર્મક્રિયાઓ કરવારૂપ વ્યવહાર પણ આદરવો જોઈએ. સંસારમાં નફાનું લક્ષ્ય રાખીને માલનું ખરીદ-વેચાણરૂપ વ્યવહાર જો કરાય, તો જ ધનપ્રાપ્તિ શક્ય બને છે. આ પ્રમાણે સર્વત્ર નિશ્ચય-વ્યવહારનો પરસ્પર સાધ્યસાધનદાવ જાણવો. તે પ-૯ |
ચરિત ભણી બહુ લોકમાંજી, ભરતાદિકનાં જેહ .. લોપે શુભ વ્યવહારને જી, બોધિ હણે નિજ તેહ છે પ-૧૦ ||
સોભાગી જિન, સીમંધર સુણો વાત. / ૬૧ | ચરિત= ચરિત્ર, બોધિ= સમ્યકત્વ, નિજ= પોતાનું.
ગાથાર્થ= આ લોકમાં ભરત મહારાજા વગેરેનાં બહુ પ્રકારનાં ચરિત્રો કહીને જે જે આત્માઓ શુભવ્યવહારનો લોપ કરે છે, તે તે આત્માઓ પોતાના (અને પરના) સમ્યકત્વગુણને હણે છે. કે ૫-૧૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org