________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કર્મોના બંધરૂપ ઘાણમાં.
નિજ= પોતાના, કર્મન ઘાણે
ગાથાર્થ= હું પરભાવોનો (પૌદ્ગલિક આદિ ભાવોનો) કર્તા છું, એમ જેમ જેમ આ જીવ જાણે છે. તેમ તેમ તે અજ્ઞાની જીવ પોતાના કર્મોનો બંધ થવા રૂપ ધાણમાં પડે છે. (ફસાય છે.) II ૩-૧૩ II
૯૨
વિવેચન= પૂર્વે બાંધેલા અઘાતી કર્મોના ઉદયથી આ જીવ શરીર, ઇન્દ્રિયો, પુત્રાદિ પરિવાર, ધન-કંચન અને ઘર આદિ સામગ્રી પામે છે. જેને શાસ્ત્રમાં પુણ્યોદય કહેવાય છે. પુણ્યોદયની ૪૨ પ્રકૃતિઓ અધાતી કર્મોની છે તથા ૮૨ પાપપ્રકૃતિઓમાંથી ઘાતીકર્મોની ૪૫ આત્માના ગુણોને આવૃત કરનાર છે. તેને બાદ કરતાં શેષ અઘાતીકર્મોની ૩૭ પ્રકૃતિઓના ઉદયથી આ જીવ સાંસારિક પ્રતિકૂળતાઓ (દુઃખો) પામે છે. સાંસારિક આ તમામ સુખ-સામગ્રી અને દુઃખ-સામગ્રી અપાવનારો પુણ્યપાપ કર્મોનો ઉદય છે. અર્થાત્ ઔદિયકભાવ છે જે જીવનું સ્વરૂપ નથી પરંતુ અજ્ઞાનતાથી ભ્રાન્તદશાના કારણે એટલે કે મોહાન્યતાને લીધે આ જીવે તે સર્વ સામગ્રીને મારી છે. એમ માની લીધું છે. હું તેનો કર્તા છું. મેં જ આ બધુ જમાવ્યું છે. ઘણી મહેનત કરીને હું ઉપર આવ્યો છું. એમ મમતાથી મારી-મારી માનીને તેના કર્તુત્વભાવનો અહંકાર કરે છે અને તેનાથી અનેકવિધ કલેશ પામે છે.
જેમ કોઈ એક મોટર કંપનીએ નવા મોડલની અને વિવિધ સગવડોવાળી કાર બનાવીને બજારમાં મૂકી. તે નવું મોડલ અને વિવિધ સગવડો ગોઠવવાનું અને બનાવવાનું કામકાજ તે કંપનીના કર્મચારીઓએ કર્યું. છતાં તેના સારા ભાવ ઉપજે તો ઘણો નફો અને યશ કંપનીને મળે. કર્મચારીઓને ન મળે. તથા જો તે મોડલ ન ચાલે, કારો ખોટમાં વેચવી પડે તો નુકશાન તથા અપયશ પણ કંપનીને મળે. તે ખોટ કે અપયશ કર્મચારીઓને ન મળે, કર્મચારીઓનો ન તો પગાર કપાય કે ન ઠપકો મળે. તેનું કારણ એ છે કે વ્યવહારિક રીતિએ (બાહ્યદૃષ્ટિએ) કર્મચારીઓએ આ મોડલ અને સગવડો બનાવી છે. પરંતુ કંપનીના માલિકની ઇચ્છાનુસાર બનાવી છે. તેથી વાસ્તવિક તે મોડલનું કર્તૃત્વ કંપનીનું ગણાય, કર્મચારીઓનું ન ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org