________________
૧પ૯
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી જીવો અશુદ્ધ સામગ્રીનો કદાગ્રહ રાખતા નથી. અને તેમાં નાચતા-કુદતા નથી. શુદ્ધ સામગ્રીના જ ખપી બને છે. અને તેને જ આરાધે છે.
શરીરને નિરોગી કરવાનો અર્થી જીવ, રોગ વધારનાર અથવા રોગ ન મટાડનાર દવા લેવાનો કે તેવી દવાઓ બતાવનાર ડોકટરનો આગ્રહી કદાપિ રહેતો નથી. તેવી જ રીતે આત્માને નિરોગી કરવાનો અર્થી જીવ, સંસાર વધારનાર અથવા સંસાર ન ઘટાડનાર એવા અશુદ્ધ વ્યવહારનો કે એવા અશુદ્ધવ્યવહાર બતાવનાર કૃત્રિમ ધર્માત્માઓનો આગ્રહી કદાપિ રહેતો નથી. પરંતુ શુધ્ધ વ્યવહાર કયો ? અને અશુદ્ધ વ્યવહાર કયો ? તેનો ગીતાર્થ જ્ઞાની સદ્ગુરુઓ પાસે અભ્યાસ કરે છે. અભ્યાસ કરીને અશુદ્ધવ્યવહાર ત્યજીને શુદ્ધવ્યવહારને સ્વીકારી તેના દ્વારા શુદ્ધ સાધ્ય સિદ્ધ કરી આત્મકલ્યાણ કરનાર બને છે. આવું સુંદર અમૃતસમાન તત્ત્વપાન કરાવનાર એવા હે સીમંધર સ્વામી પરમાત્મા ! તમે દીર્ધાયુષી હો. (જેનાથી ઘણા સંસારી જીવો સંસારનો પાર પામનારા બને-આવી ભક્તોની હૃદયગત ભાવના છે.) | ૬-૧,૨ ||
પ્રથમ શુદ્ધવ્યવહાર કોને કહેવાય ! તે સમજાવે છેજેહ ન આગમ વારીઓ, દીસે અશઠ આચારો રે. તેહ જ બુધ બહુ માનીઓ, શુદ્ધ કહ્યો વ્યવહારો રે I ૬-૩.
તુજ વિણ ગતિ નહી જંતુને. // ૬૬ | વારીઓ= નિષેધ્યો છે, અશઠક સજ્જન, બુધ= ગીતાર્થોએ.
ગાથાર્થ= જે જે વ્યવહારોનો આગમમાં નિષેધ કરેલો ન હોય, તથા જે વ્યવહાર ઉત્તમ આચારરૂપ જણાતો હોય અને પાછળ થયેલા ગીતાર્થ મુનિઓએ જે વ્યવહારને ઘણું માન આપ્યું હોય તે વ્યવહાર શુદ્ધ વ્યવહાર છે એમ જાણવું. . ૬-૩ | | વિવેચન= પરમાત્મા શ્રી તીર્થંકર દેવોએ જે વાણી પ્રકાશી છે. તે અનંત અનંત અર્થોથી ભરેલી અગાધ અને અમાપ હતી. તેનો અનંતમો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org