________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી
૧૩૭ આ ચાર જેમ બંધહેતુઓ છે. તેમ યોગ પ્રવૃત્તિ પણ બંધહેતુ છે. માટે તે ક્રિયાઓ કરવાની કંઈ જરૂર નથી.
(૨) કાયિક ધર્મક્રિયાઓ એ “આત્મપરિણામ” રૂપ નથી જ્ઞાનગુણ જેવા પ્રકારનો આત્મધર્મ છે. તેવા પ્રકારની ક્રિયા એ આત્મધર્મ નથી. બલ્ક આત્મપ્રદેશોની અસ્થિરતા (પ્રવૃત્તિ) રૂ૫ છે. માટે કર્તવ્ય નથી.
(૩) સ: આશ્રવ: તે આશ્રવરૂપ છે. શુભ આશ્રવ અને અશુભ આશ્રવ એમ બે પ્રકારના આશ્રવમાં શુભ આશ્રવ પણ કર્મના બંધરૂપ છે. માટે કર્તવ્ય નથી.
(૪) ચૌદમે ગુણઠાણે જઈને અંતે અયોગી જ થવાનું છે એટલે કે યોગ પ્રવૃત્તિને અંતે પણ ત્યજવાની જ છે. તો તે યોગ પ્રવૃત્તિ પ્રથમથી જ કેમ ન ત્યજવી ?
(૫) આવા પ્રકારની ધર્મક્રિયાઓ તો ભવોભવમાં આ જીવે ઘણીવાર કરી છે. પરંતુ જ્ઞાનવિનાની આવી જડ ક્રિયાઓથી આજ સુધી કલ્યાણ થયું નથી. તેથી તેવી જડ ક્રિયાઓ કરવાથી શું લાભ ?
(૬) ભરત મહારાજા, ઈલાચી, ચિલાતી, પૃથ્વીચંદ્રરાજા અને ગુણસાગરે ક્યાં ધર્મક્રિયાઓ કરી હતી. માત્ર જ્ઞાનની નિર્મળતાથી જ તરી ગયા છે. તેથી ક્રિયાઓ કરવાની જરૂર નથી.
આવી આવી અનેક દલીલો કરીને વ્યવહારમાર્ગનો જે ત્યાગ કરે છે અને કરાવે છે. તેઓએ જૈનધર્મનો ધોરી રાજમાર્ગ લોપ્યો છે. રાજમાર્ગનો નાશ કર્યો છે. એમ જાણવું.
ઉપરોક્ત મિથ્થા દલીલોના સંક્ષિપ્ત ઉત્તરો આ પ્રમાણે છે.
૧ “ધર્માનુષ્ઠાન કરવાં તે યોગપ્રવૃત્તિ જરૂર છે પરંતુ યોગપ્રવૃત્તિ એ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું જ કારણ છે. સ્થિતિબંધ અને રસબંધનું કારણ નથી અને સ્થિતિબંધ-તથા રસબંધ જ આત્માનું અહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org