________________
૧૩૮
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કરનારા છે. તથા ધર્માનુષ્ઠાનો ન કરીએ તો પણ સાંસારિક કાર્યો આ જીવ કરતો જ રહે છે એટલે યોગ પ્રવૃત્તિ તો ચાલુ જ રહે છે. શુભયોગને બદલે અશુભયોગ તો પ્રવર્તે જ છે. ધર્માનુષ્ઠાનો ન કરે તો પણ યોગપ્રવૃત્તિ કંઈ અટકી જતી નથી. તેથી “યોગપ્રવૃત્તિના બહાના” હેઠળ ધર્મપ્રવૃત્તિનો નિષેધ ઉચિત નથી.
સાંસારિક સર્વે કાર્યોની યોગ પ્રવૃત્તિ ચાલુ રાખવી અને ધર્માનુષ્ઠાનોમાં આવી દલીલો કરવી તે ન્યાયમાર્ગ કેમ કહેવાય ? તથા એકથી તેર ગુણસ્થાનક સુધી યોગ સદા હોય જ છે. તેથી યોગથી ડરવાની જરૂર નથી પરંતુ શુભ યોગ સેવતાં ઉપયોગની શુદ્ધિ કેમ થાય તેનું લક્ષ્ય રાખવું જોઈએ. અને ધર્માનુષ્ઠાનો દ્વારા કષાયો ઉપરનો વિજય મેળવી ઉપયોગશુદ્ધિ પ્રાપ્ત કરવી એ જ સાચો માર્ગ છે.
૨ ધાર્મિક ક્રિયાઓ એ યોગદશા હોવાથી આત્મપરિણામરૂપ નથી. પરંતુ શુદ્ધ ઉપયોગાત્મક આત્મપરિણામ પ્રાપ્ત કરવામાં તે અવશ્ય કારણ છે. તેથી ગ્રામોત્તર પ્રાપ્ત કરવામાં ગાડીની જેમ જરૂર રહે છે. તેમ ઉપાયરૂપે (સાધનપણે) તે ક્રિયાઓ અવશ્ય આદરણીય છે. ગામ આવી જાય ત્યારે જ જેમ ગાડી છોડી દેવાની હોય છે. તેમ શુદ્ધ આત્મ તત્ત્વ જ્યારે પ્રગટ થાય, ત્યારે જ ક્રિયા- માર્ગ છોડવાનો હોય છે. '
૩ : મકવતે ધર્મક્રિયાઓ પણ યોગસ્વરૂપ છે અને યોગ તે આશ્રવ છે આ વાત બરાબર છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ રૂપ આશ્રવ અવશ્ય છે પરંતુ આ ક્રિયાઓ મોહના નાશનો હેતુ છે. પૂર્વકાળમાં બાંધેલા કર્મોની સ્થિતિ-રસનો ઘાત કરનાર છે. તેથી નિર્જરાનો હેતુ પણ અવશ્ય છે. બંધ અલ્પ છે અને નિર્જરા અનંતી છે. તેથી કર્તવ્ય છે. - ૪ “જે અંતે ત્યજવાનું હોય છે તે પ્રથમથી જ ત્યજી દેવું જોઈએ” આ નિયમ સાચો નથી. પગમાં વાગેલા કાંટાને કાઢવા માટે નખાતી સોય અંતે કાઢી જ નાખવાની હોય છે. તો પણ પહેલેથી જ કાઢી નખાતી નથી. ગામાન્સર પહોંચ્યા પછી ગાડી છોડી જ દેવાની હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org