________________
૧૪
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કંચન, કામિની, અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઈત્યાદિ પૌગલિક પદાર્થો જોતાં જ ગમી જાય તે લોભ, તેને મેળવવા આ જીવ અનેક કાવાદાવા કરે, પ્રપંચ ગોઠવે તે માયા, ઇષ્ટ વસ્તુ (માયાથી પણ) પ્રાપ્ત થઈ જાય એટલે હર્ષ, પ્રીતિ, અને ગૌરવ થાય તે માન, અને ઈષ્ટવસ્તુ પ્રાપ્ત થવામાં કંઈ વિઘ્ન આવે અથવા કોઈ વિઘ્ન નાખે તો જે ગુસ્સો આવે તે ક્રોધ એમ આ ચંડાળ ચોકડી સાથે જ હોય છે. અને ઇનિષ્ટભાવોની પ્રાપ્તિઅપ્રાપ્તિમાં જોર કરે છે. તેવી જ રીતે સાધુ થયા પછી પણ જો સ્વાધ્યાય, સત્સંગ, વાચના અને હિતશિક્ષા આદિના વર્ગોનું આલંબન આ આત્માને ન આપવામાં આવે અને કુલાચાર પૂરતી જ, અર્થબોધ વિનાની, ધર્મક્રિયા જ માત્ર કરાવવામાં આવે અને બાકીનો બધો જ સમય બાહ્યવ્યવસાયોમાં અને લૌકિક વ્યવહારોમાં જ માત્ર ગાળવામાં આવે તો આ મોહનીય કર્મની ચંડાળ ચોકડી ભભૂકી ઉઠે છે. બાહ્યવ્યવસાયો જ કરવા અને તેને જ કરાવવાની પ્રીતિ રૂપ લોભ, તેના માટે અનેક પ્રકારે જુદું જુદું બોલવું અને વર્તવું તે માયા, અનુયાયીઓ દ્વારા તે તે કાર્ય કરી-કરાવી લેવાનું માન, અને કોઈ વિઘ્ન નાખે અને તેથી તે તે કાર્ય ન થાય તો ક્રોધ, વેરઝેર ઇત્યાદિ માંહની ચંડાળ ચોકડી ચાલુ જ રહે છે. કષાયોનો વિજય થતો નથી. પરંતુ આત્મા ઉપર કષાયો ચડી બેસે છે.
મોહરાજાની આ ચંડાળ ચોકડી જીવની સાથે અનાદિની જોડાયેલી છે. તેને હણવાનું (દૂર કરવાનું) કામ જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, શાસ્ત્રવાચના અને હિતશિક્ષાનું પ્રદાન જ કરી શકે છે. આવું ઉત્તમ કાર્ય જે ગુરુઓ કરે છે તે સદ્ગુરુ કહેવાય છે અને જે ગુરુઓ આવું હિતકારી કાર્ય કરતા નથી અને બાહ્યવ્યવસાયોના બોજા નીચે દબાયેલા છે તથા શિષ્યોને પણ તેવા કામોમાં જ અને તેની જ આળપંપાળમાં જોડે છે. તે ગુરુઓ પોતે પણ સંસાર તર્યા નથી અને બીજાને પણ તારી શક્તા નથી.
પરંતુ આવું સદ્ગુરુ અને કુગુરુનું જ્ઞાન નહીં ધરાવનારા એટલે કે અજાણ્યા ભદ્રિક શિષ્યો કુગુરુઓની બોલવા-ચાલવાની બાહ્ય વાચ્છટામાં અને ભભકાભર્યા બાહ્યજીવનમાં આકર્ષાઈ જાય છે. આ જ “ સગુરુ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org