________________
૧ ૨૮
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કષાય રહિત, નિર્વિકલ્પ, શરીરાદિ પરદ્રવ્યથી ભિન્ન, એવા પ્રકારના શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ કરવા માટે મહાત્મા પુરુષો સાંસારિક ભોગોનો ત્યાગ કરે છે. પરિવારનો ત્યાગ કરે છે. ધનસંપત્તિનો ત્યાગ કરે છે. અરણ્યવાસ સ્વીકારે છે. નિર્જનાવસ્થામાં કાયોત્સર્ગ મુદ્રાએ આત્મતત્ત્વના શુદ્ધ ઉપયોગમાં વર્તે છે. જેનાથી મોહના વિકારોનો અને રાગ-દ્વેષ આદિ કષાયોની કાષાયિક પરિણતિનો આ જીવ ક્ષય કરતાં કરતાં મુનિ તમે મોદને= આ મુનિમહાત્મા મોહને તથા અરતિ-રીતિ અને શોકને વમે છે. એટલે કે મોહરાજાના સર્વ સૈનિકોનો નાશ કરીને આત્માને શુદ્ધ વીતરાગ દશાવાળો બનાવે છે. આવા પ્રકારના ભાવમાં વર્તનારા, અને પ્રતિદિન ચઢતા પરિણામવાળા મહાત્મા પુરૂષોને સાધક આત્મા કહેવાય છે. તેઓ પરદ્રવ્યોના સંબંધે તેમાં લુબ્ધ-સુબ્ધ બનતા નથી.
મોહના વિકારો રહિત બનેલા અને આત્મહત્ત્વના અનુભવને પામેલા એવા મહાત્મા પુરુષો પૂર્વે થઈ ગયેલા મહર્ષિ પુરુષોએ બનાવેલાં વૈરાગ્યવાળાં અધ્યાત્મ અને આત્મહિતને અદ્દભૂત શૈલીથી સમજાવનારાં શાસ્ત્રોનું નિરંતર પઠન-પાઠન કરનારા બને છે. અને તે પઠન પાઠન કરવા દ્વારા આ સાધક આત્માઓ સમતારસના અનુભવમાં ઝુલનારા (તેમાં ડુબી જનારા) બને છે તે મહાત્માઓને આવાં શાસ્ત્રોનું ચિંતનમનન અને તેમાં લીન થઈ જવું એ પોતાના પ્રાણોથી પણ અધિક પ્રીતિવાળું હોય છે. એ ૪-૧૩ |
સૂત્ર (અર્થ) અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી ! તાસ રસ અનુભવ ચાખીએ, જીહાં એક છે સાખી ૪-૧૪ .
શુદ્ધ નય અર્થ મન ધારીએ છે ૫૦ ૫ પરાવર્તનાત્ર વારંવાર ગણવું, દાખી= કહી, તાસ= તે સૂત્રાદિનો, સાખી= સાક્ષી.
ગાથાર્થ સૂત્રોના પદોનું અને તેના અર્થોનું સતત પુનરાવર્તન કરવું એ, રસભરપૂર શેલડી જેવું મીઠું આ મહાત્માઓને લાગે છે. તેના અમૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org