________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ આઠમી
૧૯૩ કાર્યો કરવાની શ્રાવકોને પ્રેરણા આપનારા હોવા છતાં પણ આ કાર્યો કંઈક સાવદ્ય હોવાથી પોતાનું નામાભિધાન નહીં આપવાની પાછળ કેટલા અલિપ્તદશાવાળા હશે ? માત્ર ઉપદેશક જ બન્યા હશે પરંતુ આદેશક નહીં બન્યા હોય. તો જ પ્રેરક એવાં તેઓનાં નામો કોઈ જાણતું નથી.
આ જ રીતે આભુ સંઘવીએ છ “રી” પાલિત સંઘ કાઢ્યો, સંપ્રતિ રાજાએ સંઘ કાઢ્યો, ઈત્યાદિમાં પણ શ્રાવક-શ્રાવિકાનું જ કર્તુત્વ પ્રસિદ્ધ છે. તેના ઉપરથી પણ સમજી શકાય તેમ છે કે જેઓ સાવદ્યયોગનાં પચ્ચક્ખાણો કરીને દ્રવ્યદયાના પ્રતિપાલક તરીકે લોકોમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે અને પછી ધર્મના કાર્યોના નામે કોઈપણ પ્રયોજનથી સાવદ્યના ત્યાગનો માર્ગ ગૌણ કરીને આરંભસમારંભવાળા કાર્યો કરે છે અને કરાવે છે. તેઓ પોતે જ પોતાના વચનને ઉત્થાપે છે. ઉપરછલ્લી ભૂલબુદ્ધિથી ન વિચારતાં કંઈક વધારે સૂક્ષ્મબુધ્ધિથી વિચારતા આ વાત જરૂર સમજાશે. “ઉપદેશ રહસ્ય” નામના ગ્રંથમાં પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ જ આ વાત વિસ્તારથી ચર્ચલી છે. ૫ ૮-૧ || જિન પૂજાદિક શુભ વ્યાપાર, તે માને આરંભ અપાર ! નવિ જાણે તે ઉતરતાં નદી, મુનિને જીવદયા ક્યાં ગઈ ૮-૨ /
ગાથાર્થ વળી કેટલાક આત્માઓ જિનેશ્વર પરમાત્માની પૂજા ભક્તિ આદિ શુભ ધર્મવ્યાપારમાં અપાર આરંભ સમારંભ છે. એમ કહીને (ગૃહસ્થોમાં પણ) પૂજા આદિનો નિષેધ કરે છે. તેઓને અમે પૂછીએ છીએ કે મુનિમહારાજ વિહાર કરતાં કરતાં નદી ઉતરે ત્યારે તે જીવદયા (માનવા)ની વાત ક્યાં ગઈ ? | ૮-૨ ||
વિવેચન= સાવઘયોગના ત્યાગી બનેલા સાધુઓ જો આરંભસમારંભના કાર્યોમાં જોડાય તો જેમ આજ્ઞાઉલ્લંઘનનો દોષ લાગે છે તેમ સાવધયોગમાં જ રહેલા એવા શ્રાવક-શ્રાવિકાઓને “પૂજામાં આરંભસમારંભ છે. એમ કહીને” જિનપૂજાદિનો જો નિષેધ કરાય તો પણ આજ્ઞાઉલ્લંઘનનો દોષ લાગે જ છે. તે વાત સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org