________________
૧૯૨
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત | મુખ દ્વારા વચન વડે તેઓ આ પ્રમાણે બોલે છે. પરંતુ ધર્મના નામે લોકો પાસે ઘણાં સાવઘવાળાં કાર્યો કરાવે છે. જેમાં આડબરો ઘણા, રોશની ઘણી, ગાજાં વાજાં ઘણાં, આરંભ સમારંભ ઘણા, પાણી અને ફળફુટની છૂટ ઘણી, આ બધું દ્રવ્યસાવદ્ય ઘણું, તથા આવા કાર્યોનો અત્યન્ત રસ (આસક્તિ), તેમાં જ રચ્યા પચ્યા રહેવું, આવા કાર્યોના આયોજન માટે કરાતી અર્થવ્યવસ્થાની મમતા, ડાયરેક કે ઈનડાયરેક તેના ઉપરનું સ્વામિત્વ, તેના માટેની પૂર્વભૂમિકામાં કરાતી માયા, ભભકાદાર પણે કરાતાં આવા કાર્યોથી માન વહન કરવું, તે તે કાર્યો બરાબર ન થાય તો ક્રોધાદિમાં પરિણામ પામવું. આ રીતે ક્રોધ માન માયા લોભ અને રાગ-દ્વેષ આદિ કષાયોની ઉત્તેજનામાં ફસાવું તે ભાવસાવદ્ય. આ રીતે દ્રવ્યથી અને ભાવથી એમ બન્ને રીતે મહાસાવદ્યવાળાં કાર્યોમાં લયલીન થઈને હિંસા અને અહિંસાના સ્વરૂપને નહીં જાણનારા આ આત્માઓ પોતાના આત્માને દ્રવ્યહિંસામાં અને ભાવહિંસામાં જોડે છે. તેથી “જે બોલે તેવી જ ઉત્થાપે” જે પોતે એમ બોલે છે કે અમે દ્રવ્યદયાના પાલક છીએ, તેઓ જ માનપાનની મોહદશાને પરવશ થયા છતા દ્રવ્યદયાના અને ભાવદયાના એમ બન્નેના ઉચ્છેદક થાય છે. કારણ કે તેઓ દયાના (અહિંસાના) પ્રકારોને જાણતા નથી.
આ વાત સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે વિમલ શાહ મંત્રીએ આબુ ઉપર વિમલવસહીનું મંદિર બંધાવ્યું. વસ્તુપાલ તેજપાલે પણ આબુ ઉપર મંદિરો બંધાવ્યાં. કુમારપાલ રાજાએ તારંગા ઉપર મંદિર બંધાવ્યું. ધન્નાશાહે રાણકપુરનું મંદિર બંધાવ્યું. ભરત મહારાજાએ અષ્ટાપદનું મંદિર બંધાવ્યું. કૃષ્ણમહારાજાએ શંખેશ્વરનું મંદિર બંધાવ્યું. સંપ્રતિ મહારાજાએ ઘણાં જિનબિંબો બનાવરાવ્યાં. આ બધાં દૃષ્ટાન્તોમાં શ્રાવક-શ્રાવિકાઓનું જ (રાજા આદિનું જ) કર્તુત્વ આવે છે. કોઈ આચાર્યોનું કે મુનિઓનું કર્તુત્વ કે નામાભિધાન આવતું નથી. આ દરેક રાજાઓને મંદિર બંધાવવાનો ઉપદેશ-પ્રેરણા તો તે તે આચાર્યોએ જ આપી હશે ? તેના વિના આવું અદ્ભુત કાર્ય બનવું શક્ય નથી. છતાં તે મહાપુરુષો આવા પ્રકારનાં ધર્મનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org