________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ આઠમી લોકોત્તરનીતિના જેઓ અજાણ છે. તેઓ જ ઉપરોક્ત દલીલો કરે છે. અને દ્રવ્યદયા કરીને અમે જ સચોટ ધર્મ કર્યો. એમ અહંકાર વહન કરે છે. પરંતુ તેઓ અહિંસાના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. તેથી તેઓ જ તેનું વર્તન દ્વારા ઉત્થાપન કરે છે. વાસ્તવિક સ્વરૂપ આ પ્રમાણે છે
પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, શ્વાસોશ્વાસ, અને આયુષ્ય એમ કુલ દશ દ્રવ્ય પ્રાણી છે. સંસારી જીવન ટકાવવા સાધનભૂત આ પ્રાણી છે. તેને દ્રવ્યપ્રાણ કહેવાય છે. આ દ્રવ્યપ્રાણીની રક્ષા કરવી તે દ્રવ્ય અહિંસા છે. અને દ્રવ્યપ્રાણોનો નાશ કરવો તે દ્રવ્યહિંસા કહેવાય છે. આ પ્રાણી જીવને એક ભવમાં જીવાડનાર છે. અને આ પ્રાણો નામકર્મ-આયુષ્યકર્મ આદિના ઉદયથી મળેલા છે. પુદ્ગલના બનેલા છે. જીવના પોતાના સ્વરૂપાત્મક નથી, પરંતુ પારદ્રવ્યકૃત છે. તેથી દ્રવ્યપ્રાણો કહેવાય છે. આત્માના જ્ઞાનાદિ જે ગુણો છે. તે ભાવપ્રાણી છે. કારણકે તે જીવના સ્વરૂપાત્મક છે. કર્મોના ઉદયથી પ્રાપ્ત થતા નથી. પરંતુ ક્ષાયોપથમિકભાવે અથવા ક્ષાયિક ભાવે આ ગુણો પ્રાપ્ત થાય છે. તેથી પર વ્યકૃત નથી પરંતુ સ્વદ્રવ્યકૃત છે. માટે તે ભાવપ્રાણી છે. તેથી આત્માને કર્મના બંધનોમાંથી મુકાવવો અને ભાવપ્રાણોની રક્ષા કરવી તે ભાવઅહિંસા કહેવાય છે. તથા જ્ઞાનાદિ ગુણોનો (ભાવપ્રાણોનો) નાશ કરવો અને વધારે ચીકણા કર્મો બંધાય એવા કાષાયિક પરિણામોમાં જીવને નાખવો તે ભાવહિંસા કહેવાય છે. દ્રવ્ય અહિંસાથી એક ભવ પૂરતું જ જીવન જીવાય છે. ભાવ અહિંસાથી મૃત્યુ જ આવતું નથી. (અર્થાત્ આત્મા મુક્તિગામી થવાથી અમર થાય છે) એક અહિંસા અલ્પકાલીન લાભદાયક છે. બીજી અહિંસા ચિરકાળ લાભદાયક છે. એક પરદ્રવ્યના સ્વરૂપાત્મક છે. બીજી આત્માના સ્વરૂપાત્મક છે. આવા ભેદો આ જીવો જાણતા નથી. તેથી પાંચ મહાવ્રત અને છ કાયોની હિંસાના ત્યાગનાં પચ્ચખાણો કરીને સાધુપણું લે છે. તેથી મનમાં એમ માને છે અને લોકોમાં એમ મનાવે છે કે અમે છ કાયાના રક્ષક છીએ. દ્રવ્યદયાના પ્રતિપાલક છીએ. હિંસાના પચ્ચકખાણ કર્યા હોવાથી ત્રાસ-સ્થાવર એમ સર્વ જીવોની હિંસાના ત્યાગી છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org