________________
૬૩
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી
અર્થ- આ આત્મા જ જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ છે. અથવા આ ત્રણ ગુણોમય એવો આત્મા જ શરીરમાં વર્તે છે. || ૧ | જે આત્મા પોતાના આત્મામાં રહેલા આત્માને (આત્મ-સ્વરૂપને) પોતાના જ આત્માથી જાણે છે તે જ તેનું ઉત્તમ ચારિત્ર છે. તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે. તે ૨
આ પ્રમાણે “આત્મતત્ત્વ” ને યથાર્થપણે જાણવું, સદહવું, અને આચરવું અત્યન્ત આવશ્યક છે. જો જાણે તો જ તેના ઉપર લાગેલાં કર્મો અને કર્મોદયજન્ય વિભાવદશા દૂર કરવા આ જીવ પ્રયત્નશીલ બને. અન્યથા પરભાવોને જ પોતાનું સ્વરૂપ માની તેમાં મોહબ્ધ થયો છતો, તેની જ આળપંપાળમાં રચ્યો પચ્યો રહ્યો છતો, ઈનિષ્ટ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોકાદિવાળો થયો છતો, નવાં નવાં કર્મો બાંધીને ભવમાં રખડે છે. તે ૩-૧||
આત્મતત્ત્વનું યથાર્થ જ્ઞાન જ ભવદુઃખ ટાળનાર છે તે સમજાવે છેઆતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ | આતમ શાને તે ટળે, એમ મન સદહીએ | ૩-૨ |
આતમ તત્ત્વ વિચારીએ | ૨૩ ! ગાથાર્થ= “આત્મતત્ત્વ” ની અજ્ઞાનતાથી આ જીવને સંસારમાં જે જે દુઃખો આવ્યાં છે. અને આવે છે, તે સર્વે દુઃખો “આત્મતત્ત્વના જ્ઞાનથી” દૂર થઈ જાય છે. એમ મનમાં અવશ્ય શ્રદ્ધા કરવી. || -૨ //
વિવેચન= અનાદિકાળથી જીવો ચાર ગતિરૂપ સંસારમાં ભટકે છે. તેનું મૂળ કારણ પોતાના આત્માને યથાર્થપણે ઓળખ્યો નથી- એ જ છે. આત્મતત્વની અજ્ઞાનતાથી મોહબ્ધ થયેલા જીવો ઘણાં પાપો કરે છે અથવા ક્યારેક ધર્મકરણી કરે છે, પરંતુ તે પણ ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞાએ કરે છે. તેથી મોહરાજાની પરાધીનતામાંથી અને જન્મ-જરામરણાદિ અનંત દુઃખોથી આ જીવ બચી શકતો નથી. આ દુઃખોમાંથી જો જીવને છોડાવવો હોય તો સમ્યકત્વાદિ ગુણોમય આ આત્મતત્ત્વ છે એમ ઓળખવું જ પડશે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org