________________
૧૦)
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તથા ક્ષાયિકભાવના કેવળજ્ઞાનાદિ નિર્મળ ગુણોરૂપ જે આત્મસ્વભાવ છે. તે શુદ્ધસ્વભાવ છે. તે શુદ્ધસ્વભાવનો આ જીવ કર્તા છે. તે શુદ્ધ નિશ્ચયનયથી જાણવો. આ અર્થ ૩૬મી ગાથાની પ્રથમ પંક્તિમાં છે. તથા આ આત્મા જ્યાં સુધી પર-પરિણતિનો કર્તા છે ત્યાં સુધી ઔદયિકભાવ અને ક્ષાયોપથમિકભાવ એમ બન્ને ભાવોની (અનુક્રમે યોગાત્મક તથા ઉપયોગાત્મક) ક્રિયાઓ જીવમાં હોય છે એટલે કે શુભ, અશુભ અનુષ્ઠાનોનું સેવન કરવારૂપ મન, વચન, કાયાની કરાતી યોગાત્મક જે ક્રિયા-અનુષ્ઠાન છે. એ વ્યવહાર પણ હોય છે. અને ૧ થી ૧૨ ગુણસ્થાનકોમાં જ્ઞાનાવરણીયાદિના (વિશેષ કરીને મોહનીયના) ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા ગુણોની રમણતારૂપ ઉપયોગાત્મક ક્રિયા એ નિશ્ચય પણ હોય છે. આ રીતે અશુભયોગાત્મક ક્રિયાની હાનિ અને શુભ યોગાત્મક ક્રિયાની વૃદ્ધિ, તથા અશુદ્ધ ઉપયોગની હાનિ અને શુદ્ધ ઉપયોગની વૃદ્ધિ, એ જ ગુણસ્થાનકોનું ઊર્ધ્વરોહણ છે.
આ પ્રમાણે યોગક્રિયાત્મક વ્યવહાર અને જ્ઞાનાદિ ગુણોના ઉપયોગાત્મક નિશ્ચય એમ બન્ને ક્રિયાઓ તેરમા ગુણસ્થાનક સુધી જીવમાં હોય છે. એમ શુદ્ધાશુદ્ધ અને સ્વરૂપે પ્રત્યેક જીવો પરિણામ પામતા હોય છે. તેમાં જેમ જેમ શુદ્ધભાવની વૃદ્ધિ અને અશુદ્ધભાવની હાનિ થાય છે. તે જ ઉપર ઉપરનાં ગુણસ્થાનકોનું આરોહણ કહેવાય છે. જે લોકો એકાંત નિશ્ચયમાત્રને જ ભણીને વ્યવહારને કલ્પના માત્ર અથવા બીનજરૂરી જાણે છે. તેઓ પોતાના આત્માને એકાંત શુદ્ધ-બુદ્ધ જ માની લેતા હોવાથી અશુદ્ધતા માનતા જ નથી. તેથી તે અશુદ્ધતાને દૂર કરવા પ્રયત્નશીલ થતા નથી. તથા એકાત્ત નિશ્ચયનયવાદી તેઓ પાંચ આચારોને પાળવા રૂપ વ્યવહાર ધર્મનો સ્વ-પરમાં ઉચ્છેદ કરનારા બને છે. પરંતુ બને નયોની અપેક્ષાપૂર્વક શુદ્ધાશુદ્ધતા જે લોકોએ જાણી છે, તે જીવો અશુદ્ધતા દૂર કરવા માટે પંચાચારાદિ વ્યવહારધર્મ પાળવા પૂર્વક શરીર, સ્ત્રી, પુત્ર, અને ધનાદિક નોકર્મના સંબંધો વિયોગી છે એમ મનમાં સમજીને સૌ પ્રથમ તેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org