________________
૧૯૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વિધિપૂર્વક નદીને તે ઉતરે છે. (નદી ઉતરવાની પણ શાસ્ત્રોમાં વિધિ લખી છે કે એક પગ પાણીમાં આગળ મૂકીને બીજો પગ પાછળનો ઉપાડે, તે નીતરી રહે ત્યારે આગળ મસ્ત્યાદિ ન હોય તે જોઈને ધીરે ધીરે પગ મૂકે ત્યારબાદ પાછળનો પગ ઉપાડે, પાણી પણ કેટલું છે ? તે દાંડા વડે માપે. નદી ઉતરીને તેનું આલોચણા-પ્રાયશ્ચિત્ત કરે ઈત્યાદિ) અહીં સાવદ્યયોગ ન સેવવો એ ઉત્સર્ગમાર્ગ છે. અને વિહાર કરવાના કારણવશ નદી ઉતરવી તે અપવાદમાર્ગ છે. આ બન્ને માર્ગો પરસ્પર સાપેક્ષ હોય છે. બન્નેનું સાધ્ય સદા એક જ હોય છે. ઉત્સર્ગ માર્ગનું જે સાધ્ય છે. તે સાધ્યુ જ્યારે ઉત્સર્ગમાર્ગથી સાધી શકાય તેમ ન હોય ત્યારે તે જ સાધ્ય અપવાદ માર્ગથી સધાય છે. એકના એક સાધ્યને સાધવા ઉત્સર્ગમાર્ગ જ્યાં શક્ય ન હોય ત્યાં જો અપવાદમાર્ગ અપનાવાય તો જ તે અપવાદ એ અપવાદ કહેવાય છે. તેમ અહીં પણ શાસ્ત્રોમાં કહેલી વિધિપૂર્વક જો જિનેશ્વરની પૂજા કરવામાં આવે તો તેમાં કંઈ દોષ નથી. એટલું જ નહીં પરંતુ તે અવશ્ય મુક્તિનું કારણ બને છે એમ જાણવું. જિનેશ્વર પરમાત્માની પૂજામાં સાત પ્રકારની શુદ્ધિ સાચવવી જોઈએ. તે વિધિ છે.
અંગ વસન મન ભૂમિકા, પૂજોપગરણ સાર | ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર ॥
(૧) શરીરશુદ્ધિ, (૨) વસ્ત્રશુદ્ધિ, (૩) મનશુદ્ધિ, (૪) ક્ષેત્રશુદ્ધિ, (૫) પૂજાના સાધનોની શુદ્ધિ, (૬) ન્યાયપૂર્વકની દ્રવ્યશુદ્ધિ, અને (૭) વિધિશુદ્ધતા એમ કુલ સાત પ્રકારની શુદ્ધિપૂર્વકની પૂજા એ મુક્તિનું કારણ બને છે. આ જ વાત હવે પછીની ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. II ૮-૩ || વિષયારંભ તણો જ્યાં ત્યાગ, તેહથી લઈએ ભવજલ તાગ । જિનપૂજામાં શુભ ભાવથી, વિષયારંભ તણો ભય નથી ।। ૮-૪ ।।
|| ૮૭ ||
ગાથાર્થ= જ્યાં જ્યાં પાંચ ઈન્દ્રિયોના વિષયોનો અને આરંભસમારંભનો ત્યાગ હોય છે. એવા પ્રકારનાં તે તે કાર્યોથી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org