SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ ચોથી બીજી અને ત્રીજી ઢાળમાં કહેલું નિશ્ચયનયનું સ્વરૂપ સાંભળીને કોઈક શિષ્ય ગુરુજીને પ્રશ્ન કરે છે કે શિષ્ય કહે જો પરભાવનો, અકર્તા કહ્યા પ્રાણી | દાન-હરણાદિક કિમ ઘટે, કહે સદ્ગુરુ વાણી | ૪-૧ શુદ્ધ નય અર્થ મન ધારીએ || ૩૦ || અકર્તા= કર્તુત્વનો અભાવ, દાન-હરણાદિક= આપવું-લેવું વગેરે. ગાથાર્થ= કોઈ શિષ્ય ગુરુજીને પૂછે છે કે જો આ જીવ પરભાવનો અકર્તા કહો છો. તો દાન અને હરણ (આપવું અને લેવું) વગેરે કેમ ઘટશે ? તેનો ઉત્તર હવે (પછીની ગાથાઓમાં) ગુરુજી પોતે જ આપે છે. જે શુદ્ધ નિશ્ચયનયના અર્થો છે. તેને (સૂક્ષ્મદષ્ટિએ વિચારીને) મનમાં ધારીએ. || ૪-૧ | વિવેચન= ત્રીજી ઢાળમાં જણાવેલા શુદ્ધ નિશ્ચયનયના અર્થને સાંભળીને કોઈક શિષ્ય ગુરુજીને પૂછે છે કે હે ગુરુજી ! તમે ઉપરોક્ત ઢાળમાં એવું સમજાવો છો કે “આ આત્મા કેવળ પોતાના શુદ્ધ ગુણોમાં જ રમણતા પામનારો (એટલે કે જીવ સ્વ-સ્વભાવનો જ કર્તા ) છે. પર-પરિણામનો કર્તા નથી એવું શુદ્ધ નિશ્ચયનય જણાવે છે” તો ત્યાં એવી શંકા ઉપસ્થિત થાય છે કે જો પરભાવનું કર્તુત્વ ન હોય તો દાન અને હરણ અર્થાત્ તેના ઉપલક્ષણથી આચરણ કરાતી દયા, દાન, અને પરોપકારાદિ ધર્મક્રિયા તથા હિંસા, ચોરી, જાઠ આદિ પાપક્રિયા જે થાય છે તે કોણ કરે છે ? એકલું જડતત્ત્વ તો આવી ક્રિયા કરે નહીં અને ચેતનતત્ત્વને પરભાવનો તમે અકર્તા કહો છો ? તો પછી દાનાદિ ધર્મક્રિયાઓ અને હિંસાદિ પાપક્રિયાઓનો કર્તા કોણ છે ? આ સર્વે ક્રિયાઓ (કર્તા માન્યા વિના) કેમ સંભવશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy