________________
૩૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત સામાન્ય મુનિઓમાં તે દિગંબર અવસ્થાનો ઉપદેશ આપવો. આ નવા મતનું મૂળ રોપવામાં આવ્યું છે. વસ્ત્ર-પાત્રનો ત્યાગ કરીને નિષ્પરિગ્રહતા સાધવા છતાં શરીરશુદ્ધિ માટે, જયણા માટે અને શરીર ટકાવવા માટે અનુક્રમે કમંડળ, મોરપિંછી અને આહાર આદિ વસ્તુઓ તો લેવી જ પડે છે. રાખવી જ પડે છે. એટલે નિષ્પરિગ્રહતાનો જે સાચો અર્થ નિર્મમત્વભાવ છે. તેને પલટવામાં આવ્યો છે. પરંતુ મિથ્યાત્વમોહના ઉદયને આધીન થયેલા જીવને આ સમજાતું નથી.
સંસારમાં રહેલા અને માત્ર સ્થલ હિંસાના જ ત્યાગી એવા શ્રાવક-શ્રાવિકાઓને શાન્તરસથી ભરપૂર પ્રભુપ્રતિમાનું દર્શન, વંદન, પૂજન, ભાવનાની વૃદ્ધિમાં ઉપકારક હોવા છતાં “હિંસાના જ” મુદાને આગળ કરી મૂર્તિ-મંદિરનો વિરોધ કરવા રૂપ નવા મતનાં મૂળીયાં રોપવામાં આવ્યાં છે. સર્વથા હિંસાના ત્યાગીને પણ વિહારમાં, આહારની ગવેષણામાં અને નદી ઉતરવામાં હિંસા થાય જ છે. છતાં તે તે કરવાની શાસ્ત્રાજ્ઞા છે. તો પછી ત્રસકાયની જ માત્ર અને તે પણ આંશિક હિંસાના ત્યાગી શ્રાવક-શ્રાવિકાને પૂજાનો નિષેધ કરવો તે કેમ યુક્તિ સંગત ગણાય ? છતાં મિથ્યાત્વ મોહના ઉદયથી જીવોને આ વાત સમજાતી નથી.
ચૈત્યનો વહીવટ નાશ જ પામતો હોય, કોઈ ધ્યાન આપનાર જ ન હોય, ત્યારે જ સાધુ તેમાં માથું મારે અને વ્યવસ્થિત કરી ટ્રસ્ટી ગણને સોંપી દે, આવું શાસ્ત્રવચન હોવા છતાં આખો વહીવટ જ પોતે લઈ લે, સત્તા પોતાની પાસે જ રાખે, આ કેમ ઉચિત કહેવાય ? છતાં મોહના ઉદયની બળવત્તરતાના કારણે આવા ગુરુઓ પોતાના ઈષ્ટ અર્થની સિદ્ધિને માટે સૂત્રોના અર્થોને મરડીને ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે. પોતાના દોષો ઢાંકે છે અને આવા નવા નવા મતોનાં બીજ જ રોપે છે.
ઉત્સર્ગ અને અપવાદનું સાધ્ય સદા એક જ હોય છે. ઉત્સર્ગ માર્ગથી જે સાધ્ય સાધવાનું હોય છે, તે જ સાધ્ય ઉત્સર્ગ માર્ગે ચાલવાથી સાધી શકાય તેમ ન જ હોય અને બીજો કોઈ માર્ગ જ ન હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org