________________
૩૧
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી મરણેકશરણ હોય ત્યારે જ તે સાધ્ય સાધવા અપવાદ સેવવાનો હોય છે. ઉત્સર્ગનું સાધ્ય જુદું અને અપવાદનું સાધ્ય જુદું હોય, ત્યારે અપવાદ એ અપવાદ રહેતો નથી. આવી સુંદર વીતરાગ શાસનની વ્યવસ્થા છે. પરંતુ આવો સાચો રસ્તો સૂક્ષ્મતાથી કોઈ જાણતું પણ નથી અને કોઈ બતાવતું પણ નથી. હે પરમાત્મા ! અમારે આવા સત્યની આશા ક્યાં રાખવી ? || ૧-૯ ||
સાચો ધર્મ જાણવા ભદ્રિક લોકો ભ્રમરની જેમ ફરે છે. તે જણાવે છેબહુમુખે બોલ એમ સાંભળી, નવિ ધરે લોક વિશ્વાસ રે. ઢંઢતાં ધર્મને તે થયા, ભ્રમર જિમ કમળની વાસ રે !
સ્વામી સીમંધરા વિનતિ ll૧-૧૦ બહુમુખે= ઘણા વક્તાઓ પાસે, ઢુંઢતાં= શોધતાં, બોલ= આડીઅવળી પ્રરૂપણા.
ગાથાર્થ= જુદા જુદા વક્તાઓ પાસે જુદી જુદી ધર્મપ્રરૂપણા સાંભળીને લોકો સમજાવનારાઓ ઉપર વિશ્વાસ રાખતા નથી. અને ભ્રમર જેમ સુંગંધ માટે કમળને શોધ્યા જ કરે છે. તેમ લોકો પણ સત્યધર્મને સમજાવનારાની શોધમાં ફર્યા જ કરે છે. ૧૦ |
વિવેચન= સંસારમાં સર્વે જીવો સર્વકાળ સુખના અર્થી છે અને દુ:ખમાંથી મુક્ત થવાની પ્રબળ ઈચ્છાવાળા છે તથા સુખની પ્રાપ્તિ અને દુઃખમુક્તિ ધર્મથી જ થાય છે. એટલા માટે જ ધર્મનું આલંબન લેવાની તીવ્ર મહેચ્છા જીવોની વર્તે છે. તેથી જે કોઈ ગુરુ વિહાર કરતા ગામમાં પધારે ત્યારે ત્યાં ધર્મ જાણવા-સાંભળવા આવા ભદ્રિક જીવો આવી જાય છે. પરંતુ ક્યારેક તે ભદ્રિક જીવો આવા ગુરુઓના પરિચયમાં આવે છે. આ ગુરુઓ પણ તેઓની ભદ્રિકતાને જાણીને તેઓની લાગણીનો દુરુપયોગ કરે છે. દોષોના નાશ સ્વરૂપ અને ગુણોની પ્રાપ્તિ સ્વરૂપ યથાર્થ ધર્મ માર્ગે લોકોને ચઢાવવાના બદલે અધર્મના પંથે ચઢાવી પોત પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org