SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત મતલબો સાથે છે. આવા ગુરુઓ પોત પોતાના મતલબો કેમ સિદ્ધ થાય ? તેનું લક્ષ્ય રાખીને જ દેશના આપે છે એટલે ભિન્ન-ભિન્ન વક્તાઓના મુખથી ભિન્ન દેશના નિકળે છે. બહુમુખે= ભિન્ન ભિન્ન વક્તા એવા ગુરુઓ પાસે ધર્મનું ભિન્ન ભિન્ન સ્વરૂપ સાંભળીને આત્માથી આદિધાર્મિક આ આત્માઓ મનમાં ઉભગી જાય છે. અને વક્તાઓ પ્રત્યે મનમાં નારાજગી ભાવવાળા બની સર્વત્ર અવિશ્વાસવાળા બને છે. અને ફરી ફરી જ્યાં ત્યાં સાચા ધર્મની પ્રાપ્તિ માટે ફર્યા જ કરે છે. સુગંધ માત્રને શોધતો ભ્રમર જે કોઈ કમળ દેખાય તેના ઉપર વાસ કરે છે. પરંતુ ત્યાં સુગંધ ન દેખાતાં જ્યાં ત્યાં અન્યત્ર જેમ ભટકે છે. તેમાં સામાન્ય લોકો સાચા ધર્મતત્ત્વને જાણવા, સાંભળવા, મેળવવા અને આચરવા માટે જે જે સાધુ-સંત પુરુષો મળે તેમની પાસે જાય છે. પરંતુ સાચી દિશા ન મળવાથી અને પરસ્પર વિરુદ્ધ દેશના સાંભળવાથી, વિશ્વાસ ન બેસવાથી, સાચા ધર્મતત્ત્વને સમજાવનારા સદ્ગુરુની શોધમાં ફર્યા જ કરે છે. પ્રથમ ઢાળ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy