SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વ્યાખ્યાનશ્રવણ, વાચનાનું શ્રવણ, અને જ્ઞાનાભ્યાસ વગેરે સેવે નહીં. જ્યાં જ્યાં આવાં કાર્યો ચાલતાં હોય ત્યાં જાય જ નહીં. આવા પ્રકારનાં અંતર્મુખવૃત્તિવાળાં કાર્યો તો ગમે જ નહીં. કેવળ બહિર્મુખતા જ રુચે. (૫) દીએ મિથ્થા ઉપદેશ= પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવાકરાવવા વારા લોકોને ઉન્માર્ગ પ્રત્યે આકર્ષણ ઉપજાવવાનું કામ કરે. શાસ્ત્રોનો અભ્યાસ કે સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન તો હોય જ નહીં, તેથી અનુયાયી વર્ગ કેમ રાજી રહ અને તેમાં કેમ વધારો થાય ? તથા તેઓ દ્વારા પોતાનાં માન-મહત્તા કેમ વધે ? તે રીતે લોકરંજનવાળો શાસ્ત્રવિરુદ્ધ ઉપદેશ આપે. મિથ્યાત્વી જીવોમાં આ પાંચ લક્ષણો સ્વાભાવિક હોય છે. અનુયાયી વર્ગ વધારવાની, તેના દ્વારા માન-પ્રતિષ્ઠા મેળવવાની, અને લોકરંજન કરીને વિષયરસ પોષવાની તીવ્ર ઘેલછા આવા જીવોમાં હોય છે. એટલે સાચો ધર્મમાર્ગ પોતે ભણતા નથી-જાણતા નથી-ગીતાર્થોની નિશ્રા રાખતા નથી. તેઓની સાથે વિચરતા નથી. તેઓનું હૃદય ધર્મપરિણામમય બન્યું હોતું નથી. તેઓના મુખેથી યથાર્થ ધર્મતત્ત્વની વાત નીકળવાની જ ક્યાંથી હોય ? હે સીમંધરસ્વામી પરમાત્મા ! અમારી વાત સાંભળો. / ૨-૫ / જ્ઞાન પ્રકાશે રે મોહતિમિર હરે, જેહને સગુરુ સૂર ! તે નિજ દેખે રે સત્તા ધર્મની, ચિદાનંદ ભરપૂર | ૨-૬ || શ્રી સીમંધર સાહિબ સાંભળો | ૧૬ / મોહતિમિર= મોહરૂપી અંધકાર, નિજ= પોતાનામાં, સૂર= સૂર્ય, ચિદાનંદ= જ્ઞાનનો આનંદ, ભરપૂર= અતિશય ઘણો. ગાથાર્થ સદ્ગુરુરૂપી સૂર્ય ઉગવાથી જ્ઞાનરૂપી પ્રકાશ મળવા દ્વારા જે જે આત્માઓમાંથી મોહરૂપી અંધકાર દૂર કરાયો છે. તેઓ જ પોતાના આત્મામાં ધર્મની સત્તા દેખે છે. અને તેઓ પોતાનામાં ધર્મસત્તા જોઈને જ્ઞાનના આનંદથી ભરપૂર ભરેલા તેઓ થાય છે. જ્ઞાનાનંદને અનુભવનારા બને છે. | -૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy